Election/ સુરતમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો અસંતોષ ચરમસીમાએ, ટિકિટ ન મળતા કાર્યાલયમાં તોડફોડ

સુરત કૉંગ્રેસ કાર્યાલયમાં ચૂંટણી સમયે ટિકિટ નહીં મળતા  તોડફોડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

Top Stories Surat
1

રાજ્યભરમાંપાલિકાની ચૂંટણીમાં શુક્રવારે 135 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીની 61 જ્યારે સૌથી ઓછી કોંગ્રેસમાંથી માત્ર બે જ ઉમેદવારી નોંધાઇ હતી.તા. 21મીએ કોર્પોરેશનની ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે થોડા જ કલાકો બાકી છે. ત્યારે ધીરે ધીરે રાજકારણ ગરમાયું છે. ગઈ કાલે બપોર સુધીમાં 30 વોર્ડ માટેની 120 બેઠક પર    ભાજપના 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેની વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે સુરત કૉંગ્રેસ કાર્યાલયમાં ટિકિટ ન મળતા ઉશ્કેરાયેલા કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાના સમાચાર મળી રહ્યાં છે. ચૂંટણી સમયે ટિકિટ નહીં મળતા  તોડફોડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

Gujarat / ગુજરાત હાઇકોર્ટની ડાયમંડ જ્યુબિલી પર PM મોદીનું સંબોધન: HC એ બનાવી વિશેષ ઓળખ

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, કોંગ્રેસની અંદરનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કૉંગ્રેસના કાર્યકરોએ પોતાના નામની છેલ્લે સુધી રાહ જોઇ પરંતુ અંતે પક્ષે આયાતી ઉમેદવારો એટલે કે ભાજપમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા કાર્યાલયમાં તોડફોડ કરીને કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યાનું કહેવાઇ રહ્યું છે. જેના કારણે કૉંગ્રેસમાં પણ ખળભળાટ મચી ગયો છે.એટલું જ નહીં કાર્યકર્તાઓમાં ટિકિટ વહેંચણી અંગે ભારે નારાજગી વ્યાપી રહી છે.

Election / દબંગ નેતા મધુ શ્રીવાસ્તનાં પુત્રએ ભર્યુ અપક્ષ તરીકે ઉમેદવારી પત્રક, ભાજપમાં હડકંપ…

સુરત શહેરના પૂર્વ પ્રમુખ શંભુ પ્રજાપતિ કૉંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં પર બેઠા છે.કૉંગ્રેસ બચાવોના અભિયાન સાથે તેઓ ધરણાં પર બેઠા છે.તો ભાજપમાં પણ પાર્લામેન્ટરી બોર્ડના નિયમોમાં અનુભવી કોર્પોરેટરોના પત્તા કપાઈ ગયા હતા. જાહેર કરાયેલા ઉમેદવારો અંગે વિવિધ 7 જેટલા વોર્ડોમાં દાવેદારો અને તેમના સમર્થકોમાં અસંતોષ પ્રવર્તતા શુક્રવારે કાર્યકર્તાઓનો ઘસારો દિવસભર પાટિલની અંબાનગર કાર્યાલયે તથા ઉધના કાર્યાલય ખાતે રહ્યો હતો. જાહેર કરાયેલા ઉમેદવારો સામે નારાજગી અને પોતાને ટિકિટ નહી મળી હોવા અંગેની રજૂઆતો કરવામાં આવતી હતી.

Election / તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી માટે 3 દિવસ મળશે ભાજપની પાર્લામેન્ટરી બેઠક

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…