Not Set/ માંગરોળ/ અંતિમવિધીમાં વિવાદ, છ કલાક સુધી શબને સ્મશાનની બહાર રાહ જોવી પડી

છ કલાક સુધી શબ ને સ્મશાન ની બહાર રાખવામાં આવ્યું હતું પોલિસ ને સાથે રાખી અંતિમ વિધિ કરવામાં આવી જુનાગઢના માંગરોળમાં અંતિમવિધીને લઈને વિવાદ સામે આવ્યો છે. શીલ ગામે અનુસૂચિત જાતિના લોકોને અંતિમ વિધિ ના કરવા દેતા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ફરિયાદ નોંધાવી છે. અને જો યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી […]

Gujarat Others
  • છ કલાક સુધી શબ ને સ્મશાન ની બહાર રાખવામાં આવ્યું હતું
  • પોલિસ ને સાથે રાખી અંતિમ વિધિ કરવામાં આવી

જુનાગઢના માંગરોળમાં અંતિમવિધીને લઈને વિવાદ સામે આવ્યો છે. શીલ ગામે અનુસૂચિત જાતિના લોકોને અંતિમ વિધિ ના કરવા દેતા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ફરિયાદ નોંધાવી છે. અને જો યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે,શીલ ગામે સ્મશાન ખાતે અમુક માથાભારે તત્વો દ્વારા અંગત અદાવત રાખી અંતિમયાત્રાને રોકવામાં આવી હતી. અને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી અપમાનીત કરવામાં આવ્યા હતા. જેની જાણ પોલીસને કરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

અંતિમયાત્રા સમયે  જ્ઞાતિ પ્રત્યે અપશબ્દ બોલીને હડધુત કરી અપમાન કરવામાં અવ્યું હતું.  ત્યાર બાદ અનુસુચીત જાતિ સમાજના આગેવાનો દ્વારા શીલ પોલિસ સ્ટેશન માં ફરિયાદ કરવામાં આવતાં પોલિસ બંદોબસ્ત સાથે મૃતક ની અંતિમવિધી કરવામાં આવી હતી.  છ કલાક સુધી શબને સ્મશાન ની બહાર રાખવામાં આવી હતી. પોલિસ ને સાથે રાખી અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ બાબતે શીલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, શીલ પોલિસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 અનુસુચીત જાતિના લોકોને અંતિમ વિધિ ના કરવા દેતા વિવાદ આવ્યો સામે અનુ સુચીત જાતિની મહિલાઓ સહિત લોકોનું શીલ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ તાલુકાના શીલ ગામે અનુસુચીત જાતિ સમાજના મસરી સેજા વાઘેલા ની અંતિમ વિધિ માટે શીલ સ્મશાન ખાતે લઈ જી રહ્યા હતા ત્યારે, અમુક માથાભારે તત્વો દ્વારા અગાઉની જમીન બાબતની બબાલ અંગે દ્વેષ રાખી અંતિમયાત્રાને રોકવામાં આવી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અપમાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.