Junagadh News : જૂનાગઢમાં સાધુના વાયરલ વિડીયોની તપાસમાં તેઓ વડોદરાની યુવતી સાથે 7 મહિનાથી રિલેશનશીપમાં હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહી સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી સાત મહિના સુધી આ યુવતી સાથે રિલેશનશીપ રાખી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. હરિગીરી મહારાજના શિષ્ય ગોવિંદ ગીરીનો ફ્રોડ કર્યાનો વિડીયો સામે આવ્યો છે. યુવતીએ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ – સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ સાધુનું નામ મહંત ગોવિંદગિરિ મહારાજ હોવાનું બહાર આવ્યું છે જેણે વડોદરાની યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કરી તેની સાથે પણ ઠગાઇ કરી તેને છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે. યુવતીનો નંબર પણ મહંત ગોવિંદગિરિએ બ્લોક કરી દીધો છે. ખુદ યુવતીએ ઠગાઇ થઇ હોવાની સોશિયલ મીડિયા ૫૨ વીડિયો વાયરલ કરી જાણકારી આપી છે.યુવતીના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સાધુ અને વડોદરાની યુવતી એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનો અને એક બાળક સાથેનો વીડિયો પણ મુકવામાં આવ્યો છે.
યુવતીએ જણાવ્યું છે કે, જે સાધુ સાથે વીડિયો વાયરલ થયો છે. મહંત ગોવિંદગિરિ મહારાજ છે અને તે પોતે મૂળ રાજસ્થાન બિકાનેરના રહેવાસી હોવાનું જણાવતા હતા. મારી સાથે છથી સાત મહિના રોકાયા હતા ત્યારે તેમણે ભગવા કપડા ઉતારી દીધા હતા.છ સાત મહિના રોકાયા ત્યાં સુધી મારી સાથે રીલેશનશીપમાં હતા, તે બાદ મારી પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા. કોઇ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવી હું પાછો આવીશ તેમ જુઠ્ઠુ બોલી ચાલ્યા ગયા છે. તેમનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા પરંતુ મારો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો છે. મારી સાથે તેણે ફ્રોડ કર્યું છે અને ન્યાય અપાવવા માગણી કરી છે.
યુવતીએ નર્સિંગનો કોર્સ કર્યો છે. ગંગા નદી હરિદ્વાર સ્નાન માટે ગઇ હતી ત્યારે મહંત ગોવિંદગિરિ સંપર્કમાં આવ્યા હતા. મહંત ગોવિંદગિરિનું મૂળ નામ ગોવિંદ પુરોહિત અને બિકાનેર રાજસ્થાનના રહેવાસી છે.હરિદ્વાર બિરલા ઘાટ પાસેના આશ્રમમાં ત્રણ મહિના રહ્યા અને બે મહિના નાસિક ત્રંબકેશ્વર ખાતે રહ્યા હતા અને ત્રણ મહિના વડોદરા સાથે રહ્યા અને તમામ ખર્ચ મેં ભોગવ્યો હતો.મહંત ગોવિંદગિરિ મહારાજ ઉર્ફે ગોવિંદ પુરોહિતે મારી સાથે ઠગાઇ કરી છે તે રીતે બીજા અનેક લોકો સાથે ફ્રોડ કર્યા છે. તેઓ જૂનાગઢના હરિગીરિ મહારાજના શિષ્ય છે.હાલમાં ફરી તેણે ભગવા કપડા પહેરી સાધુ બની હરિયાણા કે પંજાબમાં છુપાયા હોવાની જાણકારી મળી છે.
આ પણ વાંચો: સુરતમાં 2000 કરોડ રૂપિયાની સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની વધી મુશ્કેલી, MUDA કેસમાં પરિવારના સભ્યો સામે ચાલશે કેસ
આ પણ વાંચો: ઝારખંડના પૂર્વ CMની અરજીની સુનાવણીનો સ્પષ્ટ ઈન્કાર
