land scam case/ ઝારખંડના પૂર્વ CMની અરજીની સુનાવણીનો સ્પષ્ટ ઈન્કાર

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બેંચે હેમંત સોરેનની અરજી પર કહ્યું કે, તેમને સુપ્રિમમાં આવતા પહેલા હાઈકોર્ટમાં જવું જોઈએ. હેમંત સોરેનના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, અમે લોકો મુખ્યમંત્રીથી જોડાયેલા મુદ્દામાં…..

Top Stories India
Beginners guide to 10 1 ઝારખંડના પૂર્વ CMની અરજીની સુનાવણીનો સ્પષ્ટ ઈન્કાર

New Delhi News: સુપ્રિમ કોર્ટે જમીન કૌભાંડ કેસ (Land Scam Case)માં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren)ની અરજી સાંભળવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. સુપ્રિમ કોર્ટે વળતો સવાલ કર્યો હતો કે શું તમે હાઈકોર્ટ (High Court) નથી ગયા? અહીં શું કામ આવ્યા છો… આ અગાઉ હેમંત સોરેને ઈડીની કાર્યવાહી સામે સુપ્રિમના દરવાજા ખટખટાવ્યા હતા. ED વિરૂદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન આજે સર્વોચ્ચ અદાલત (Supreme Court) પહોંચ્યા હતા.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બેંચે હેમંત સોરેનની અરજી પર કહ્યું કે, તેમને સુપ્રિમમાં આવતા પહેલા હાઈકોર્ટમાં જવું જોઈએ. હેમંત સોરેનના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, અમે લોકો મુખ્યમંત્રીથી જોડાયેલા મુદ્દામાં ફસાઈ ગયા છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, અદાલતના દરવાજા તો બધા માટે ખુલ્લા છે, જો અમે આવી રીતે એક વ્યક્તિને આવી છૂટ આપીશું તો બધાને આપવી પડશે.

સુપ્રિમની બેંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અદાલત સુનાવણી (Hearing) કરશે નહિં. અદાલતો બધા માટે ખુલી રહે છે. હાઈકોર્ટ પણ એક બંધારણીય સંસ્થા છે. સોરેને પહેલા અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી, પણ પછીથી સુપ્રિમમાં ફરીથી અરજી દાખલ કરી છે. ઈડીએ આરોપ મૂક્યો છે કે તેમણે જમીન માફિયાઓ, વચેટિયા અને સરકારી અધિકારીઓ સાથે મળીને જમીન કૌભાંડ કર્યું હતું. ઈડીને તપાસમાં માલૂમ પડ્યું કે આ બધા નકલી દસ્તાવેજો (Illegal Documents) બનાવવામાં આવ્યા હતા.

FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રદીપ બાગચી નામના શખ્સે નકલી દસ્તાવેજો બનાવી જમીનો પચાવી પાડી હતી.  બાદમાં ઘણા અધિકારીઓ વિરૂદ્ધ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ઝારખંડ હાઈકોર્ટે ટેકનિકલ કારણોથી હેમંત સોરેનની ધરપકડ પર રાહત આપવાની મનાઈ ફરમાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેવાનોની હેવાનિયત, બોરસદમાં યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ

આ પણ વાંચો:જૂનાગઢ તોડકાંડ કેસમાં ફરાર આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ATSને મળી મોટી સફળતા