Vadodara/ સયાજી હોસ્પિટલમાં વધુ એક વિવાદ, કર્મચારીઓના કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ સુત્રોચ્ચાર

વડોદરા સયાજી હોસ્પિટલમાં વધુ એક વિવાદ, કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ સુત્રોચ્ચાર

Top Stories Gujarat Vadodara

કોરોના કાળમાં પોતાના જીવના જોખમે કોવિડ હોસ્પીટલમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી  બાજુ આવા જ આરોગ્ય કર્મીઓને કેટલીક જગ્યાએ પુરતું વતન પણ મળતું નથી અને પાપી પેટ ને માટે મજબુર થી જીવના જોખમે સેવા નિભાવી રહ્યા છે. ત્યારે વડોદરા  ખાતે આવેલી સયાજી હોસ્પિટલ ફરી એક વાર વિવાદ માં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડનાં હંગામી કર્મચારીઓને એકાએક છુટા કરાતાં હોબાળો મચ્યો છે. નારાજ કર્મચારીઓનાં કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આ હંગામી કર્મચારીઓ બે મહિનાથી પગારથી પણ વંચિત છે. એકાએક ફરજ પરથી છુટા કરી દેવાતાં કર્મચારીઓએ  હોબાળો મચાવ્યો છે. બાકી પગાર સાથે ફરજ પર લેવા કર્મચારીઓની માંગ કરી રહ્યા છે. અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સુત્રોચાર પણ કરી રહ્યા છે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…