સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ખેડૂતોને સુવિધા આપવા માટે નર્મદા વિભાગ દ્વારા ઠેર-ઠેર માઈનોર કેનાલ બનાવવામાં આવી છે. પરંતુ કેનાલના તળીયાના લિકેજના કારણે ખેડૂતોને અસુવિધા ઉભી થઈ છે. લખતરના નાના અંકેવાળીયા ગામે સોખડા તરફ જતી માઈનોર કેનાલમાં તળીયામાંથી પાણી લિકેજ થતાં ખેડૂતે તંત્રને ફરિયાદ કરી છે.

ખેડૂત સવિતાબેન રણછોડભાઈ પટેલ તથા સુથાર ધર્મેન્દ્રભાઈ પ્રભુભાઈના 25 વીઘાના ખેતરમાં ચણાનો પાક થયો છે. પરંતુ કેનાલના તળીયામાં તિરાડો અને તળીયામાંથી પાણી લિકેજ થતાં ખેડૂતના ખેતરમાં વાવેલા પાક પર પાણી ફરી વળ્યું છે.

ખેડૂતો ને સુવિધા મળી રહે તે ની જગ્યાએ અસુવિધા ઉભી થઈ છે ત્યારે લખતર તાલુકા ના નાના અંકેવાળી ગામના ખેડૂત પોતાના ખેતર માંથી પસાર થતી ડી -6 કેનાલ જે ઘણાંદ થી નાના અંકેવાળીયા સોખડા તરફ જતી માઇનોર કેનાલ નાના અંકેવાળીયા ગામના સવિતાબેન રણછોડભાઈ પટેલ તથા સુથાર ધર્મેન્દ્રભાઈ પ્રભુભાઈ ના ખેતર માં હાલ માં ૨૫વીઘા ના ખેતર માં ચણા નો પાક ઉભો છે અને તેમની આજુબાજુ ના ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી માઇનોર કેનાલ ના તળીયા માં તિરાડો તેમજ તળીયા માંથી પાણી લિકેજ ના કારણે ખેડૂત ના ખેતર માં વાવેલા પાક પર પાણી ફરી વળે છે અને અવારનવાર પાક બળી જાય છે.

ભારે હાલાકી નો સામનો કરવો પડે છે ત્યાંરે ખેડૂત દ્વારા તંત્ર ના અધિકારીઓને વારંવાર રજુવાત કરવા છતાં અધિકારી દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવા માં નથી આવતા જે પાણી લિકેજ ના કારણે અંદાજિત ૧૦૦ વીઘા જેટલાં ખેતર માં ભરી રહેતું હોવાથી ખેતર માં પાણી ના કારણે ખેડૂત પાક પણ નથી કરી શકતા તેવું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
