Not Set/ ગુજરાતમાં કોરોનાનો બ્લાસ્ટ, 24 કલાકમાં નવા 9941 કેસ નોંધાયા, સૌથી વધુ કેસ અમદાવાદમાં

દીન-પ્રતિદીન કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિઅન્ય ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના કેસમાં અધધ વધારો નોંધાયો છે

Top Stories Gujarat
1 12 ગુજરાતમાં કોરોનાનો બ્લાસ્ટ, 24 કલાકમાં નવા 9941 કેસ નોંધાયા, સૌથી વધુ કેસ અમદાવાદમાં

દીન-પ્રતિદીન કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિઅન્ય ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના કેસમાં અધધ વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના સુત્રોની માહિતી અનુસાર રાજ્યમાં કોરોના કેસ 10 હજારની નજીક પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9941 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો સૌથી વધુ 3843 કેસ જોવા મળે છે.

છેલ્લા 24 કલાકમાં 3449 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 43,726
રાજ્યમાં કોરોનાથી 4 દર્દીઓના મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,82,228
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,31,855

ઉપરાંત સુરત શહેરમાં કાલ કરતા આંક વધીને 2505 થયો  છે. વડોદરામાં 776  કેસ, રાજકોટમાં 319, વલસાડમાં 281 કેસ,  ગાંધીનગરમાં 150, નવસારીમાં 147 કેસ, ભાવનગરમાં 130, સુરત ગ્રામ્યમાં 265 કેસ, કચ્છમાં 105 અને મોરબીમાં 102 નોંધાયા છે.  ઉલ્લેખનીય છે કે છેલ્લા 24કલાક કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજયમાં  કુલ એક્ટિવ કેસોની સંખ્યા 43,726 થઇ છે. જ્યારે 24 કલકમાં 3449 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા છે. કોરોનાથી રાજ્યમાં કુલ ચાર દર્દીના મૃત્યુ થયાછે. તો 8,31,855 દર્દીઓ છેલ્લા 24 કલાક દરમિયાન સાજા થયા છે.

રાજ્યમાં કોરોના કેસ 10 હજારની નજીક
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 9941 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 3843 કેસ
સુરત શહેરમાં 2505, વડોદરામાં 776 કેસ
રાજકોટમાં 319, વલસાડમાં 218 કેસ
ગાંધીનગરમાં 150, નવસારીમાં 147
ભાવનગરમાં 130, સુરત ગ્રામ્યમાં 265 કેસ
કચ્છમાં 105 અને મોરબીમાં 102 કેસ

કોરોનાના નવા આંક સુચવે છેકે રાજ્યની સ્થિતી કેટલી કથળી છે. આગામી દિવસોમાં તહેવારનો માહોલ છે, સાથે જ કમુરતા પુર્ણ થતા લગ્નગાળો પણ પુનઃશરૂ થશે, ત્યારે આ સંખ્યા વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. WHOએ પણ ચેતવણી આપી છે કે જો સાવચેતીના પગલા ભરવામાં નહીં આવે તો કોરોનાના બોમ્બને બ્લાસ્ટ થતો અટકાવો મુશ્કેલ બની રહેશે.