ઓલપાડ/ કોરોના મહામારીમાં આ શિક્ષક દંપતિએ પોતાની લગ્નતિથિની કરી અનોખી ઉજવણી 

આજરોજ પોતાની મેરેજ એનિવર્સરી નિમિત્તે ઓલપાડ સહિત આજુબાજુનાં ગામોમાં હોમ કવૉરોન્ટાઇન થયેલ જરૂરિયાતમંદ લોકોને આયુર્વેદિક કીટનું નિ:શુલ્ક વિતરણ કરી પોતાનો નાગરિક ધર્મ બજાવ્યો હતો.

Gujarat Surat Trending

સમગ્ર વિશ્વ પ્રવર્તમાન સમયે કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે ત્યારે કોરોના વોરિયર્સ ગણાતાં આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓ, પોલીસકર્મીઓ, શિક્ષણકર્મીઓ ઉપરાંત અનેક નામી-અનામી સામાજીક સંસ્થાઓ લોકોની સુખાકારી માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.
હાલ ગામડામાં કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે.

એ વાતને ધ્યાનમાં લઇ સંક્રમિત લોકો ઝડપથી સાજા થાય, કોરોનાનો વ્યાપ અટકે અને સાથે જ લોકો સલામત રહે એવા ઉમદા ભાવ સાથે ઓલપાડ તાલુકાનાં વિજય પટેલ (સી.આર.સી.કો-ઓર્ડિનેટર, કરંજ) તથા તેમનાં ધર્મપત્ની કલ્પના પટેલ (ઉપશિક્ષિકા, ભટગામ પ્રાથમિક શાળા) એ આજરોજ પોતાની મેરેજ એનિવર્સરી નિમિત્તે ઓલપાડ સહિત આજુબાજુનાં ગામોમાં હોમ કવૉરોન્ટાઇન થયેલ જરૂરિયાતમંદ લોકોને આયુર્વેદિક કીટનું નિ:શુલ્ક વિતરણ કરી પોતાનો નાગરિક ધર્મ બજાવ્યો હતો.

જરૂરિયાતમંદોને નિઃશુલ્ક આયુર્વેદિક કીટનું વિતરણ કરીને સાચા અર્થમાં આ શિક્ષક દંપતિએ તેમની લગ્નતિથિને યાદગાર બનાવી હતી. વિવિધ ગામોનાં લાભાર્થી ભાઈ-બહેનોએ આ નિ:શુલ્ક કીટ મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.