Covid-19/ વિશ્વમાં કોરોનાનું મહાતાંડવ : UKમાં દાવાનળની ઝડપે પ્રસરતો કોરોના, છેલ્લાં 24 કલાકમાં 68 હજાર નવા કેસ

દુનિયામાં કોરોનાનું મહાતાંડવ જોવમાં આવી રહ્યું છે. ખાસ કરીની  UKમાં કોરોના દાવાનળની ઝડપે પ્રસરતો જોવામાં આવી રહ્યો છે. વાત કરવામાં આવે છેલ્લાં 24 કલાકની પાછલા 24 કલાકમાં

Top Stories World
1st 100 વિશ્વમાં કોરોનાનું મહાતાંડવ : UKમાં દાવાનળની ઝડપે પ્રસરતો કોરોના, છેલ્લાં 24 કલાકમાં 68 હજાર નવા કેસ

દુનિયામાં કોરોનાનું મહાતાંડવ જોવમાં આવી રહ્યું છે. ખાસ કરીની  UKમાં કોરોના દાવાનળની ઝડપે પ્રસરતો જોવામાં આવી રહ્યો છે. વાત કરવામાં આવે છેલ્લાં 24 કલાકની પાછલા 24 કલાકમાં 68 હજાર નવા કેસ નોંધવામાં આવ્યા છે. સાથે સાથે છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક રીતે 1325 લોકોનાં કોરોનાનાં કારણે મોત નિપજ્યાનું સામે આવી રહ્યું છે. 48 કલાકમાં UKમાં સવા લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. તો 48 કલાકમાં UKમાં 2500ના મોત પણ નોંધાયા છે. આપને જણાવી દઇએ કે, હાલ UKમાં કડકમાં કડક નિયમો સાથે સંંપૂર્ણ લોકડાઉન અમલી છે અને તમામ નિયંત્રણો છતાં કોરોના અનિયંત્રિત જોવામાં આવી રહ્યો છે.

વિશ્વમાં કોરોનાનું મહાતાંડવ 

UKમાં દાવાનળની ઝડપે પ્રસરતો કોરોના
છેલ્લાં 24 કલાકમાં 68 હજાર નવા કેસ
છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ 1325ના મોત
48 કલાકમાં UKમાં સવા લાખ નવા કેસ
48 કલાકમાં UKમાં 2500ના મોત
તમામ નિયંત્રણો છતાં કોરોના અનિયંત્રિત

વિશ્વ આખામાં કોરોના 1 વર્ષના ગાળા પછી તેના સૌથી વિકરાળ સ્ટેજમાં પહોંચી ગયો છે. છેલ્લાં 48 કલાકના આંકડા સૌથી વધુ ડરાવે તેવા છે. યુએસ અને સમગ્ર યુરોપમાં કોરોનાએ રાડ પડાવી દીધી છે.

વિશ્વમાં કોરોનાનું મહાતાંડવ 

વિશ્વમાં 24 કલાકમાં સવા આઠ લાખ કેસ
24 કલાકમાં વિશ્વમાં 14,700ના મોત
અમેરિકામાં કોરોનાની ત્સુનામીથી તાંડવ
અમેરિકામાં 24 કલાકમાં 2.75 લાખ કેસ
24 કલાકમાં અમેરિકામાં 4,200ના મોત

દુનિયા આખીમાં કોરોના તેના સૌથી ભયાવહ સ્વરૂપમાં હાલમાં છે. છેલ્લાં એક વર્ષના આ સૌથી મોટા આંકડા છે. આખા વિશ્વમાં છેલ્લાં 24 કલાકમાં જ સવા આઠ લાખ નવા કેસ નોંધાયા છે. 48 કલાકમાં આ આંકડો સવા સોળ લાખથી પણ વધારે છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં 24 કલાકમાં જ 2.75 લાખ કેસ નોંધાયા છે. 48 કલાકમાં આ આંકડો 5.35 લાખ કેસનો છે. અમેરિકામાં 24 કલાકમાં 4,200 જ્યારે કે 48 કલાકમાં તો 8,300 નાગરિકોના જીવ ગયા છે. આવી જ સ્થિતિ યુકે, જર્મની, મેક્સિકો અને બ્રાઝીલમાં પણ છે. આ ચારેય રાષ્ટ્રોમાં પણ છેલ્લાં 24 કલાકમાં હજારથી વધુ નાગરિકો જીવ ગુમાવી બેઠા છે. યુકેમાં 24 કલાકમાં 1162ના જ્યારે કે 48 કલાકમાં 2150થી વધુના મોત થયા છે. જ્યારે કે બ્રાઝીલમાં 24 કલાકમાં 1455 જ્યારે કે 48 કલાકમાં 2700 નાગરિકોના મોત થઈ ગયા છે. મેક્સિકોમાં છેલ્લાં 24 કલાકમાં 1165 જ્યારે કે 48 કલાકમાં 2200થી વધુ નાગરિકોના મોત થયા છે. જર્મનીમાં છેલ્લાં 24 કલાકમાં 1059 જ્યારે કે 48 કલાકમાં 2 હજારથી વધુના મોત થયા છે.

વિશ્વમાં કોરોનાનું મહાતાંડવ

નવો સ્ટ્રેન બન્યો વિશ્વ માટે તબાહી
સા.આફ્રિકામાં પણ ઝડપથી વધતા કેસ
સા.આફ્રિકા જ નવા સ્ટ્રેનનું ઉદ્ભવ સ્થાન
સા.આફ્રિકાથી સમગ્ર આફ્રિકામાં પ્રસરવાનો ડર

છેલ્લાં ઘણાં સમયથી સા.આફ્રિકામાં દૈનિક 5 હજારથી પણ ઓછા કેસ નોંધાતા હતાં પણ છેલ્લાં એક સપ્તાહની વાત કરીએ તો સા.આફ્રિકામાં નવો સ્ટ્રેન ભીષણ તબાહી મચાવે તેવા એંધાણ મળી રહ્યાં છે. સા.આફ્રિકામાં ધીમે ધીમે કેસ વધતા જઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં જ સા.આફ્રિકામાં 21 હજાર નવા કેસ નોંધાયા છે. જે અમંગળના એંધાણ દર્શાવી રહ્યાં છે. વિશ્વ આખાને થથરાવતા નવા સ્ટ્રેનનું ઉદ્દભવ સ્થાન સા.આફ્રિકાને જ માનવામાં આવે છે. ત્યાંથી આ નવો સ્ટ્રેન જો સમગ્ર આફ્રિકામાં પ્રસર્યો તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. કેમ કે સમગ્ર આફ્રિકામાં મેડિકલ સુવિધા વિશ્વમાં સૌથી ખરાબ છે. બીજી બાજુ નવો સ્ટ્રેન અગાઉના સ્ટ્રેન કરતા વધુ બળુકો છે. આમ 2021ના વર્ષમાં પણ આપણે કોરોનાની ભીષણ તબાહીમાંથી બહાર નથી આવ્યાં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…