કોરોના/ વલસાડમાં કોરોનાએ ફરીથી દીધી દસ્તક, સ્કૂલમાં શિક્ષિકા પોઝિટિવ થતા મચ્યો હડકંપ

જિલ્લાની એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ આવી છે, આ કારણે શાળાના વર્ગો બંધ કરવાની નોબત આવી છે અને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ..

Gujarat Others
કોરોના

કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં કહેર મચાવ્યો હતો અને આ ઘાતક વાયરસની ઝપેટમાં મોટી સંખ્યામાં આવી ગયા હતા. જો કે ત્યારબાદ કોરોનાના કેસો પર થોડી લગામ લાગી છે, ત્યારે આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા સ્કુલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે, ત્યારે આ વચ્ચે વલસાડમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો :દસાડાના નાવીયાણી-મેરા રોડ પરથી વિદેશી દારૂની 347 બોટલો સાથે કાર ઝડપાઇ, એક આરોપી ઝબ્બે

આ વચ્ચે વલસાડ જિલ્લામાં ફરીથી દસ્તક દીધી હોય એમ જ જિલ્લાની એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ આવી છે, આ કારણે શાળાના વર્ગો બંધ કરવાની નોબત આવી છે અને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આપને જણાવી દઈએ કે, કોરોનાની બીજી લહેર બાદ છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં કોરોના નો એક પણ કેસ સામે આવ્યો ન હતો અને જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે,  જેના કારણે લોકોમાં પણ ફફડાટ મચી ગયો છે.

આ પણ વાંચો :અમદાવાદ લીંબડી હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

આ અંગે મળતી માહિતી મુજબ,વલસાડ શહેરની જાણીતી કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા શિક્ષિકા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. આથી શાળા દ્વારા  ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા.

બીજી બાજુ કોરોનાના કહેરમાં અને એમાં પણ ખાસ કરીને એમાં પણ સરકારે સ્કૂલો ચાલુ કરી છે, ત્યારે વલસાડની આ સ્કુલે ગંભીર બેદરકારી દાખવી અને શિક્ષિકા કોરોના પોઝિટિવ હોવાની વાત જિલ્લા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગથી પણ છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે, તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો :ગીર સોમનાથના ઉનામાં અનુભવાયા 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

આ પણ વાંચો :રાજ્યમાં હવે માત્ર ૧૦ રૂપિયામાં શ્રમિકો પોતાની જઠરાગ્નિ ઠારી શકશે

નોંધનીય છે કે, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના  વર્ગ શરૂ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય અનલોક કર્યું છે. જે અંતર્ગત કોલેજો અને ધોરણ 12ની સ્કૂલો  શરૂ કરાયા બાદ ધોરણ નવથી 11ની સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરથી રાજ્યની તમામ બોર્ડની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

સ્કૂલો માટે તકેદારીના ભાગરૂપે જાહેર કરાયેલ શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમિત બાદ જ બોલાવવાના રહેશે. આ ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં બાળકો એકઠા ન થાય અને આવતા જતા સમયે એક સાથે ટોળામાં ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.

સ્કૂલમાં રોજિંદી સમૂહ પ્રાર્થના તેમજ રમત ગમત અને સાંસ્કૃતિ કાર્યક્રમો આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે. એટલુ જ નહી ક્લાસરૂમમાં 50 ટકાની ક્ષમતામાં જ વિદ્યાર્થીઓને સોશલ ડિસ્ટસિંગ સાથે બેસાડવાના રહેશે.