Not Set/ યુરોપીય સંઘનાં દેશોમાં કોરોના બન્યો કાળ, 61 દેશોમાં કેસોમાં વધારો

યુરોપમાં કોરોનાના કેસોની સંખ્યામાં પાંચ ટકાનો વધારો થયો છે. દુનિયામાં ગયા સપ્તાહે કોરોનાના કુલ 33 લાખ કેસો નોંધાયા હતા જેમાંથી 21 લાખ કેસો યુરોપમાં નોંધાયા હતા.

World
કોરોના

યુરોપમાં કોરોના ની ફરી એકવાર કહેર જોવા મળ્યો છે. સતત યુરોપમાં કોરોનાના કેસ વધતા જોવા મળ્યા છે.તેમજ મૃત્યુ આંકમાં પણ વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. દુનિયામાં હાલ યુરોપ જ એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં કોરોના ના નવા કેસો અને મરણાંક સતત વધી રહ્યા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાના અઠવાડિક અહેવાલમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો :આ મુસ્લિમ દેશના રણમાં મળ્યું 4500 વર્ષ જૂનું સૂર્યમંદિર, જાણો શું છે ખાસ

છેલ્લા એક સપ્તાહમાં યુરોપમાં કોરોના ના કેસોની સંખ્યામાં પાંચ ટકાનો વધારો થયો છે. દુનિયામાં ગયા સપ્તાહે કોરોનાના કુલ 33 લાખ કેસો નોંધાયા હતા જેમાંથી 21 લાખ કેસો યુરોપમાં નોંધાયા હતા.જે દેશોમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે તેમાં રશિયા, યુકે અને જર્મનીનો સમાવેશ થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુરોપને કોરોના મહામારીનું કેન્દ્ર ગણાવીને ચેતવણી આપી હતી કે મહામારીને નાથવા માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો જાન્યુઆરી સુધીમાં બીજા પાંચ લાખ મોત જોવા પડશે. ગયા સપ્તાહે ઓસ્ટ્રિયા અને નેધરલેન્ડઝે લોકડાઉન લાદ્યું હતું તો યુકે દ્વારા 40 વર્ષથી વધારે વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો :આતંકવાદી ઘટનાને અંજામ આપવા આવેલા આત્મઘાતી હુમલાખોરને ટેક્સી ડ્રાઈવરે કારમાં લોક કર્યો

યુએસએમાં મિનેસોટા અને મિશિગનમાં આ અઠવાડિયે કોરોનાના ત્રણ હજાર દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં બેડની તંગી સર્જાઇ છે. મિનેસોટામાં પણ તમામ હોસ્પિટલોમાં બેડ ભરાઇ ગયા છે. યુએસમાં હાલ દરરોજ કોરોનાના 40,000 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર મેળવવા દાખલ થઇ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં યુએસમાં સૌથી વધારે ચેપ દર મિશિગનમાં નોંધાયો છે.

આ પણ વાંચો :પાકિસ્તાનની સંસદે ઈલેક્ટ્રોનિક વોટિંગને મંજૂરી આપવાનું બિલ પસાર કર્યું

મિશિગનમાં પ્રતિ 100,000 લોકોમાં 503નો ચેપ દર છે, ત્યારબાદ મિનેસોટામાં દર 100,000 લોકો દીઠ 490 છે. સમગ્ર યુ.એસ.માં સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ઉત્તરપૂર્વ, રોકીઝ અને અપર મિડવેસ્ટમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ, બિડેન પ્રશાસને કૃષિ કંપનીઓને દર વર્ષે કોરોના રસીના એક અબજ ડોઝ બનાવવા માટે નાણાં ઉધાર આપવાની ઓફર કરી છે.

આ પણ વાંચો :ચીને ભૂતાનની જમીન પર ગામડાં સ્થાપ્યાં,ભારત માટે ચિંતાનો વિષય

આ પણ વાંચો :ચીનની વિસ્તારવાદી નીતિ ફરી આવી સામે, હવે ભૂટાનની જમીન પર કર્યો કબ્જો