postponed/ કોરોનાનાં કારણે સિદ્ધપુરમાં પારંપરિક ભરાતો 7 દિવસીય કાત્યોકનો મેળો મોકૂફ

કોરોના મહામારીના કારણે વધુ સંક્રમણ ન ફેલાય તે માટે સિદ્ધપુરમાં દર વર્ષે ભરાતો કાત્યોકનો મેળો આ સાલે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સિદ્ધપુરમાં પ્રાચીન પરંપરાથી સરસ્વતી

Gujarat Others Breaking News

કોરોના મહામારીના કારણે વધુ સંક્રમણ ન ફેલાય તે માટે સિદ્ધપુરમાં દર વર્ષે ભરાતો કાત્યોકનો મેળો આ સાલે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સિદ્ધપુરમાં પ્રાચીન પરંપરાથી સરસ્વતી નદી કિનારે કારતક માસની પૂનમ સુધી પિતૃતર્પણ કરવાનું મહત્વ હોય સિદ્ધપુરમાં દર વર્ષે 10 થી 12 લાખ લોકો પોતાના પરિવાર સાથે સિદ્ધપુરમાં પિતૃતર્પણ કરી સરસ્વતી નદીના પટમાં ભરાતા મેળામાં આવે છે. પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીને કારણે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પરંપરાગત મેળાઓ કે જ્યાં લોકોની ભીડ થતી હોય તેની મંજૂરી આપવામાં આવી નથી.

કોરોના સંક્રમણનો પીક સમય ચાલતો હોય સિદ્ધપુરમાં પણ દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લઈ આ વર્ષ કાર્તિક માસમાં બારસથી વદ બીજ સુધી એટલે કે 26 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભરાનાર કાત્યોકનો કોરોના મહામારીના કારણે મેળો રદ કરવામાં આવ્યો છે તેમ સિદ્ધપુર મામલતદાર કનકસિંહ ગોહિલે જણાવ્યું હતું.

ઉલ્લેખીનય છે કે દર વર્ષે કાર્તિક માસમાં બારસથી વદ બીજ સુધી ભરાતો કાર્તિકી પૂર્ણિમાના મેળામાં માણસો ઉપરાંત પશુઓનો પણ મેળો ભરાય છે. નદીના પુલ બાજુના ભાગમાં ઊંટોનો મોટો મેળો ભરાય છે. જેમાં ઊંટોની લે-વેચ થતી હોય છે, જ્યારે નદીના સામે કિનારે મહાકાળી મંદિર પાછળ અશ્વનો મેળો ભરાય છે ત્યાં પણ ઉત્તર ગુજરાતમાંથી અશ્વો લઇને આવેલા માલિકો અશ્વોની લે-વેચ કરે છે. ઓછામાં ઓછા 200થી 250 જેટલા અશ્વોની ખરીદ વેચાણ અને અશ્વોની કળા દેખાડવા માટે આવે છે.

@પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ – પાટણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….