Not Set/ દેશમાં નવી ઊંચાઈએ કોરોનાનો આંક,છેલ્લાં 24 કલાકમાં 28,869 નવા કેસ,રિકવરી માત્ર 17,746

દેશ કોરોનાના અજગર ભરડામાં પીસાઈ રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોના એ જાણે ફરીથી માથુ ઉચક્યું છે. દેશમાં કોરોના એ 2021ની સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા 24 કલાકમાં 28,869 કેસ નોંધાતા સરકારના આરોગ્ય મંત્રાલયની ઊંઘ હરામ

India

દેશ કોરોનાના અજગર ભરડામાં પીસાઈ રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોના એ જાણે ફરીથી માથુ ઉચક્યું છે. દેશમાં કોરોના એ 2021ની સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા 24 કલાકમાં 28,869 કેસ નોંધાતા સરકારના આરોગ્ય મંત્રાલયની ઊંઘ હરામ થઇ ગઇ છે.સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોનાના નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં રિકવરી માત્ર 17,746 જોવા મળી છે.આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2.31 લાખને પાર પહોંચી છે.

એકટીવ કેસોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત 11 માં સ્થાને આવ્યુ છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન મહારાષ્ટ્રમાં 17,864  નવા કેસ નોંધાયા હતા અને 50 કરતા વધારે લોકોનાં મોત થયા હતા.માત્ર પુનામાં જ 3500થી વધુ કેસ નોંધાતા હડકંપ મચી ગઇ છે. ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા આકરા નિયંત્રણો લાગુ કરવામાં આવી શકે છે.

દેશનાં સૌથી વધુ સંક્રમિત પાંચ રાજયોમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ તથા તામીલનાડુનો સમાવેશ થાય છે. દેશમાં કુલ દસ રાજયોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. તેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, છતીસગઢ, મધ્યપ્રદેશ, તામીલનાડુ, હરીયાણા, દિલ્હી તથા આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.

Coronavirus Outbreak: India reports 41,322 new cases, tally crosses 93.51 lakh

આજે વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથેની બેઠક છે.કેન્દ્ર સરકાર ઉપરાંત તમામ રાજ્ય સરકારો પણ આ કેસને લઈને ચિંતામાં મુકાઈ ગઈ છે. મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશની સરકારો દ્વારા વધી રહેલા કેસોને નિયંત્રણમાં લેવા માટે ખાસ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.તેની વચ્ચે આજે વડાપ્રધાન સાથેની બેઠક બાદ આ નિયંત્રણ વધારે કડક બનાવવામાં આવી શકે છે અને કોરોના પર કાબૂ મેળવવા માટે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

After US, India Has Done Most COVID-19 Tests: White House

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…