મહાશિવરાત્રિએ દેશભરમાં શિવાલયોમાં ભીડ ઉમટી પડતા કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં મંદિરોમાં ભીડે આજે શ્રદ્ધાનો રેકોર્ડ બનાવ્યો અને દેશએ કોરોના વાયરસના નવા કેસનો રેકોર્ડ બનાવ્યો છે. લોકો મહાશિવરાત્રિના અવસર પર સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક જેવી વાતો ભૂલી ગયા. આવા કારણોના લીધે કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. એટલું જ નહીં નવા કેસની સરખામણીમાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.દેશમાં ગત 24 કલકામાં કોરોનાના કેસ સામે 23,000થી વધારે કેસ આવ્યા છે જ્યારે રિકવરી 14,000 કરતાં વધારે જોવા મળી છે.અને 126 લોકોના મોત થયા છે. તસવીરો અને આંકડા બંને ડરાવી રહ્યા છે.
China / આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ચીને લોન્ચ કર્યો વાયરસ પાસપોર્ટ, આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ

ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડ-19ના મોટી સંખ્યામાં નવા કેસ નોંધાવાનું સતત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસમાંથી 85.91% કેસ આ રાજ્યોમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં નવા 23,000થી વધારે કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યાં એક દિવસમાં 14,000 વધારે જોવા(કુલ દૈનિક કેસમાંથી લગભગ 60%) નવા કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે કેરળમાં એક દિવસમાં નોંધાયા છે.
ચૂંટણી પંચ / અમે નથી સંભાળી રાજ્યની કાયદો-વ્યવસ્થા, ચૂંટણી પંચનો TMCના પ્રશ્નો મુદ્દે જવાબ
![]()
Dandi Yatra / આજે અમદાવાદમાં દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન મોદી, શું છે ઘટનાક્રમ
ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1,90,000 નજીક પહોંચી ગઈ છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસની સંખ્યા 1.68% રહી છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ રાજ્યોમાં સક્રિય કેસની સંખ્યામાં નોંધાયેલો તફાવત દર્શાવે છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વધારો નોંધાયો છે.નવા મૃત્યુઆંકમાં 82.54% દર્દીઓ છ રાજ્યોમાંથી મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 58 દર્દી મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં વધુ 19 જ્યારે કેરળમાં વધુ 16 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
