Covid-19/ ફેબ્રુઆરીમાં બીજી વાર, કોરોનાના નવા કેસ 10 હજાર કરતા ઓછા છે

ફેબ્રુઆરીમાં બીજી વાર, કોરોનાના નવા કેસ 10 હજાર કરતા ઓછા છે

India
1

દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં દરરોજ કોરોનાના નવા કેસમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન બીજી વખત 10,000 કરતા ઓછા થયા છે. એ જ રીતે, એક દિવસમાં જીવ ગુમાવનારાની સંખ્યામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ૧૦૦ થી ઓછા લોકોએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 9,110 નવા દર્દીઓમાં ચેપની પુષ્ટિ થઈ છે, જ્યારે 78 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા અત્યાર સુધીમાં વધીને 1,08,47,304 થઈ છે, જ્યારે રોગચાળાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1,55,158 પર પહોંચી ગઈ છે.  78 મૃત્યુમાંથી 16 કેરળમાં, મહારાષ્ટ્રમાં 15 અને પંજાબમાં 11 મોત થયા છે.

રીકવરી રેટ 97.25 ટકા:

દેશમાં ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 1,05,48,521 પર પહોંચી ગઈ છે. દેશમાં રીકવરી દર 97.25 ટકા છે, જ્યારે કોરોના મૃત્યુ દર 1.43 ટકા છે.

એક્ટીવ કેસની સંખ્યા દોઢ લાખથી ઓછી

હાલમાં દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 1,43,625 છે, જે કુલ કેસોમાં 1.32% છે.

20.25 કરોડ ટેસ્ટ

આઇસીએમઆર અનુસાર, સોમવારે, 6,87,138 નમૂનાઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 20,25,87,758 નમૂનાઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો

covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ