Not Set/ દિલ્હીમાં કોરોનાનાં કેસ વધતા લોકડાઉન વધી શકે છે, CM કેજરીવાલ આજે કરી શકે છે એલાન

દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હી પણ આ વાયરસની ઝપટથી દૂર રહ્યુ નથી. દિલ્હીમાં કોરોનાનાં કેરનાં કારણે 20 એપ્રિલથી ચાલી રહેલુ લોકડાઉન એક અઠવાડિયા સુધી વધી શકે છે.

Top Stories India

દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હી પણ આ વાયરસની ઝપટથી દૂર રહ્યુ નથી. દિલ્હીમાં કોરોનાનાં કેરનાં કારણે 20 એપ્રિલથી ચાલી રહેલુ લોકડાઉન એક અઠવાડિયા સુધી વધી શકે છે. તા. 10 મે નાં રોજ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન ચાલુ છે. પરંતુ દિલ્હીની સ્થિતિને ધ્યાનમાં લેતા, તેને વધુ એક અઠવાડિયા સુધી લંબાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

વિદેશ કૂટનીતિ / પાકિસ્તાનને હવે સમજાયું, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ભારતનો આંતરિક મામલો

આપને જણાવી દઇએ કે, લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આ સમયગાળા દરમિયાન કેટલાક કેસમાં અગાઉની જેમ છૂટ ચાલુ રહેશે. જેમાં કુરિયર સર્વિસ, ઇલેક્ટ્રિશિયન, પ્લંબર અને વોટર પ્યુરિફાયર્સથી સંબંધિત લોકોને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત બાળકોનાં શિક્ષણને લગતી બુક શોપ અને ઇલેક્ટ્રિક પંખાથી સંબંધિત દુકાનો પણ ખુલ્લી રહેશે. આવશ્યક ચીજોને ટ્રાન્સપોર્ટ કરતા ટ્રકો અને ખાલી ટ્રકોની અવરજવર પર પણ કોઈ પ્રતિબંધ રહેશે નહીં, પરંતુ આ ટ્રકોને ઇ-પાસ બતાવવા પડશે. રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનાં તાજેતરનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ રોગચાળાને કારણે થયેલા મૃત્યુનાં આંકડામાં કોઈ ફેરફાર થયો નથી. દરમિયાન, કોરોના સંક્રમણનાં ભયને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં લોકડાઉન 17 મે સુધી લંબાવી શકાય છે. દિલ્હી સરકાર રવિવાર સાંજ સુધીમાં તેની ઘોષણા કરી શકે છે. દિલ્હીમાં કોરોના વાયરસની બીજી લહેર જોઈને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 19 એપ્રિલનાં રોજ છ દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી અને અત્યાર સુધીમાં તેઓ ત્રણ વખત વધારી ચુક્યા છે. ત્રીજુ લોકડાઉન સોમવારે સવારે 5 વાગ્યે પૂર્ણ થાય છે.

હિમાયત / ફરીથી સોશિયલ મીડિયામાં બોલ્યા ગેહલોત, લોકડાઉનની હવે સાચી જરૂર જેનો નિર્ણય કેન્દ્રસ્તરે લેવાવો જોઈએ

મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હી સરકાર હવે ચોથી વખત લોકડાઉન વધારવાની તૈયારી કરી રહી છે. વળી, ઓનલાઇન મંચ લોકલસર્કલનાં સર્વેમાં 85 ટકા દિલ્હીવાસીઓ ઇચ્છે છે કે લોકડાઉનનો સમયગાળો ઓછામાં ઓછો એક અઠવાડિયા સુધી વધારવામાં આવે, જ્યારે 47 ટકા લોકોએ લોકડાઉનને ત્રણ અઠવાડિયા સુધી લંબાવવાનું કહ્યું હતું. આ સિવાય ટ્રેડ યુનિયન સીટીઆઈ દ્વારા કરાયેલા સર્વેમાં દિલ્હીમાં લોકડાઉન વધારવાનાં પક્ષમાં 65 ટકા વેપાર સંગઠનોએ મત આપ્યો છે. 70 ટકા લોકો પ્રતિબંધની અવધિ બે સપ્તાહ સુધી વધારવા માંગે છે. સર્વેક્ષણ કરાયેલા 84 ટકા લોકોની માંગ છે કે સંપર્ક વિના ઘર પર તમામ ચીજવસ્તુઓની સપ્લાય કરવાની છૂટ આપવા આવે, જેથી ધંધો ચાલુ રહે અને ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે.