cororna/ ગોવિંદી પ્રાથમિક શાળાના મહિલા આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ગોધરા તાલુકાના ગોવિંદી પ્રાથમિક શાળાના મહિલા આચાર્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા શૈક્ષણિક આલમમાં ભારે હડકંપ પ્રસરી જવા પામ્યો છે

Gujarat
સચ 1 ગોવિંદી પ્રાથમિક શાળાના મહિલા આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ગોધરા તાલુકાના ગોવિંદી પ્રાથમિક શાળાના મહિલા આચાર્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા શૈક્ષણિક આલમમાં ભારે હડકંપ પ્રસરી જવા પામ્યો છે અને શનિવારના રોજ યોજાયેલ મીટીંગમાં ઉપસ્થિત રહીને આચાર્યના સંપર્કમાં આવેલા પ્રાથમિક શિક્ષકો તથા પગાર કેન્દ્રના આચાર્યોને પણ કોરોના ટેસ્ટ કરાવીને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રિપોર્ટ સુપ્રત કરાવવા લેખિતમાં આદેશ આપવામાં આવ્યા છે.

જ્યારે ગોવિંદી પ્રાથમિક શાળાના આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની ખબરો સાંભળ્યા બાદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતાતુર બન્યા છે.જો કે આરોગ્ય તંત્ર દ્વારા ગોવિંદી ગામે કોરોના ટેસ્ટીંગ માટેની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ગોધરા પંથકમાં ૧૨ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ હોવાના આજના ચોંકાવનારા આંકમાં ગોવિંદી પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા શૈક્ષણિક આલમમાં કોરોના સંક્રમણ ભયનો હડકંપ પ્રસરી જવા પામ્યો છે.

આજ ગોવિંદી પ્રા.શાળામાં અન્ય પગાર કેન્દ્રોના આચાર્યો ની શનિવારના રોજ મીટીંગ યોજાઈ હતી.એમાં મહિલા મહિલા આચાર્ય પણ હાજર હતા. જો કે કોરોના સંક્રમણ ની આ ઘટના બાદ સંપર્કમાં આવેલા ૧૯ જેટલા કર્મચારીઓને કોરોના ટેસ્ટના આર.ટી.પી.સી.આર.ટેસ્ટના પરીક્ષણના રિપોર્ટ તાલુકા કચેરીમાં રજૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

જો કે ગોવિંદી પ્રાથમિક શાળામાં અંદાઝે ૨૦૦ ઉપરાંત માસૂમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળાના આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ શાળા સંકુલને સેનેટાઈઝ કરાવો અને કોરોના ટેસ્ટ કરાવો ની સૂચનાઓ સરપંચને આપીને શિક્ષણ કચેરીના સત્તાધીશો રવાના થયા હતા..!!