Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં આજે કોરોનાનાં નોંધાયા રેકોર્ડ 90 હજારથી વધુ  કેસ, કુલ કેસ 41 લાખને પાર

  કોરોના વાયરસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. પ્રથમ વખત, એક જ દિવસમાં 90,000 થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી નવીનતમ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 90,632 નવા કેસ નોંધાયા છે. આ પછી, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 41 લાખનાં ચિંતાજનક આંકડાને પાર કરતા 41,13,811 ને પાર કરી ગઈ છે. વળી 1065 […]

Uncategorized
4601a8a561b1d8dc87748531fe20b942 1 #CoronaUpdateIndia/ દેશમાં આજે કોરોનાનાં નોંધાયા રેકોર્ડ 90 હજારથી વધુ  કેસ, કુલ કેસ 41 લાખને પાર
 

કોરોના વાયરસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. પ્રથમ વખત, એક જ દિવસમાં 90,000 થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી નવીનતમ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 90,632 નવા કેસ નોંધાયા છે.

આ પછી, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 41 લાખનાં ચિંતાજનક આંકડાને પાર કરતા 41,13,811 ને પાર કરી ગઈ છે. વળી 1065 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને મૃતકોની કુલ સંખ્યા 70,626 થઇ ચુકી છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 73,642 દર્દીઓ આ ખતરનાક વાયરસ ચેપથી સ્વસ્થ થયા છે. એક દિવસમાં રિકવર થતા આ લોકોની સંખ્યા સૌથી વધારે છે. અત્યાર સુધીમાં ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 31 લાખને વટાવી ગઈ છે. દેશમાં હાલમાં કેસ 8,62,320 સક્રિય છે. એટલે કે, તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અથવા તે ઘરે આઇસોલેશનમાં છે.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.