Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકની અંદર 122 દર્દીઓનાં થયા મોત, સામે આવ્યા નવા કેસ

દેશમાં 6 અઠવાડિયાથી વધુ સમય સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવા છતાં, જીવલેણ કોરોના વાયરસનો કહેર ઓછો થઇ રહ્યો નથી. બુધવારે, કોરોના વાયરસનાં કુલ દર્દીઓની સંખ્યા 74 હજારને વટાવી ગઈ છે. બુધવારે માહિતી આપતાં કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસનાં 3,525 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં […]

India
b40c54b5169f5e97198ffb606d70148d 21 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકની અંદર 122 દર્દીઓનાં થયા મોત, સામે આવ્યા નવા કેસ

દેશમાં 6 અઠવાડિયાથી વધુ સમય સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવા છતાં, જીવલેણ કોરોના વાયરસનો કહેર ઓછો થઇ રહ્યો નથી. બુધવારે, કોરોના વાયરસનાં કુલ દર્દીઓની સંખ્યા 74 હજારને વટાવી ગઈ છે. બુધવારે માહિતી આપતાં કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસનાં 3,525 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 74,281 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 122 દર્દીઓનાં મોત નીપજ્યાં છે અને મૃત્યુઆંક 2,415 પર પહોંચી ગયો છે. જો કે, રાહતની વાત એ છે કે આજ સુધી 24,386 દર્દીઓ ઠીક પણ થયા છે. ભારતમાં કોરોના વાયરસનો વિનાશ સતત ચાલુ છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો દેશમાં ચાલી રહ્યો છે અને ચોથા લોકડાઉનની અનૌપચારિક ઘોષણા પણ કરવામાં આવી છે, પરંતુ તે પછી પણ કોરોનાની ગતિ ઓછી થઈ રહી નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 3,525 નવા કેસ નોંધાયા છે અને કોવિડ-19 થી 122 લોકોનાં મોત નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જારી કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોના વાયરસના કેસ વધીને 74,281 થઇ ગયા છે અને કોવિડ19 થી 2,415 લોકોનાં મોત નીપજ્યાં છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 921 લોકોનાં મોત નીપજ્યાં છે. હવે આ રોગચાળાથી પીડિતોની સંખ્યા વધીને 24,427 થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.