Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કેસ

દેશમાં કોરોના વાયરસનો ચેપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધીને હવે 1,65,799 થઈ ગઈ છે. કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 7,466 નવા કેસ નોંધાયા છે જ્યારે 175 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4,706 લોકોનાં મોત નીપજ્યાં છે, જોકે 71,105 દર્દીઓ આ રોગને હરાવવામાં સફળ રહ્યા છે. છેલ્લા […]

India
1bcb60a842204b36912551764771ca75 1 #CoronaUpdateIndia/ દેશમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કેસ

દેશમાં કોરોના વાયરસનો ચેપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધીને હવે 1,65,799 થઈ ગઈ છે. કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 7,466 નવા કેસ નોંધાયા છે જ્યારે 175 લોકોનાં મોત નીપજ્યાં છે.

કોરોનાથી અત્યાર સુધીમાં 4,706 લોકોનાં મોત નીપજ્યાં છે, જોકે 71,105 દર્દીઓ આ રોગને હરાવવામાં સફળ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં દરરોજ છ હજારથી વધુ કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. આ પહેલીવાર છે જ્યારે કેસની સંખ્યા 7 હજારનાં આંકડાને વટાવી ગઈ છે. વળી રિકવરી દર વિશે વાત કરીએ તો તે 42.88 ટકા પર પહોંચી ગયો છે.

આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં ડેટા મુજબ, દેશમાં કોરોનાનાં 89,987 સક્રિય દર્દીઓ છે. આ સિવાય અત્યાર સુધીમાં 71,105 લોકો ઠીક થયા છે. વળી 4,706 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં કોવિડ 19 દર્દીઓની સંખ્યા 59,546 પર પહોંચી ગઈ છે. આમાંથી 18,616 લોકો સ્વસ્થ થયા અને 1,982 લોકો મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.