Not Set/ #Covid19/ કોરોનાને રોકવામાં નિષ્ફળ રહ્યા ટ્રમ્પ, છેલ્લા 24 કલાકમાં મોતનાં આંકડામાં થયો વધારો

કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ વિશ્વભરમાં છ મિલિયનથી વધુ પહોંચી ગયા છે. આ વાયરસે 3 લાખ થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. અમેરિકા વિશ્વનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં રેકોર્ડબ્રેકિંગ મૃત્યુ થયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1,225 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ સાથે, અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા […]

World
4d8af54ecf1a3b394c9f5a734edb92f4 #Covid19/ કોરોનાને રોકવામાં નિષ્ફળ રહ્યા ટ્રમ્પ, છેલ્લા 24 કલાકમાં મોતનાં આંકડામાં થયો વધારો

કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ વિશ્વભરમાં છ મિલિયનથી વધુ પહોંચી ગયા છે. આ વાયરસે 3 લાખ થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. અમેરિકા વિશ્વનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં રેકોર્ડબ્રેકિંગ મૃત્યુ થયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1,225 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ સાથે, અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 1,02,798 થઈ ગઈ છે. વળી પીડિતોની કુલ સંખ્યા 17,45,606 છે.

અમેરિકામાં મૃત્યુ અને પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે. યુ.એસ.નાં તમામ 50 રાજ્યોમાં આપત્તિ જાહેર કરવામાં આવી છે. દેશની 33 કરોડ વસ્તીમાંથી 95 ટકાથી વધુ લોકોને ઘરે રહેવા નિર્દેશન કરાયું છે. ટ્રમ્પે કોવિડ-19 નો સામનો કરવા માટે સશસ્ત્ર દળોનાં 50,000 થી વધુ જવાનોને તૈનાત કર્યા છે.

આપને જણાવી દઇએ કે, શરૂઆતમાં, કોરોના વાયરસ પર વ્હાઇટ હાઉસ ટાસ્ક ફોર્સનાં સભ્યોએ કોવિડ-19 થી એકથી બે લાખ મોતની આગાહી કરી હતી. પરંતુ હવે તેઓ કહે છે કે આ પગલાને યોગ્ય રીતે અમલમાં મૂકવાથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.