Not Set/ #Covid19/ સમગ્ર વિશ્વમાં કોરોનાનો તાંડવ, વાયરસથી સંક્રમિતનો આંકડો પહોંચ્યો…

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ વાયરસ ખૂબ જ ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે અને સાથે તેના કારણે મોતનાં આંકડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વવ્યાપી, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે 30 લાખને વટાવી ગઈ છે. વળી 2 લાખ 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વનાં સૌથી […]

World

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ વાયરસ ખૂબ જ ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે અને સાથે તેના કારણે મોતનાં આંકડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વવ્યાપી, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે 30 લાખને વટાવી ગઈ છે. વળી 2 લાખ 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોનાએ સૌથી વધારે વિનાશ સર્જ્યો છે. અહીં કોરોનાનાં કુલ 9 લાખ 85 હજાર કેસ છે અને 55 હજારથી વધુ લોકોએ અહી જીવ ગુમાવ્યો છે.

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં કોરોનાને કારણે 2,10,551 લોકોનાં મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. સમગ્ર અમેરિકામાં 55 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકા પછી ઇટાલીમાં સૌથી વધુ મોત થયા છે. અહીં 26,977 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે સ્પેનમાં 263,521 ત્યારે ફ્રાન્સમાં 23,293 અને બ્રિટેનમાં 21,092 લોકો મૃત્યુ પામ્યા છે.

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા પ્રમાણે, અમેરિકા આ ​​સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું છે. દેશમાં 9.8 લાખ લોકોને ચેપ લાગ્યો છે. અમેરિકામાં, કોરોનાથી ન્યૂયોર્કમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે. અહીં 17,515 લોકોનાં મોત થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.