નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) નાં સમર્થનમાં અને પુલવામાનાં શહીદોની યાદમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે શુક્રવારે ભારતવંશી જાગૃતિ યાત્રા કાઠી હતી. સાહેબપુર કમાલથી બલિયા સુધી જાગૃતિ યાત્રા કાઠવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે આંબેડકર પાર્કમાં ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. જે બાદ સીપીઆઈ અને આરજેડીનાં નેતાઓએ પાણીથી ધોઇને ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું શુદ્ધિકરણ કર્યું હતું.
આંબેડકરનાં પૂતળા ધોનારા કાર્યકરોએ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ નફરતની રાજનીતિ કરે છે. ગિરિરાજસિંહે બાબા સાહેબની મૂર્તિ પર માલ્યાર્પણ કરી તેમને અપવિત્ર કર્યા હતા. તેથી અમે તેમને પાણીથી ધોઈને શુદ્ધ કરી દીધા છે. નોંધપાત્ર વાત એ છે કે ગિરિરાજ સિંહ બેગુસરાયનાં સાંસદ છે. તેઓ હંમેશા તેમના વિવાદો વિશે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, ગિરિરાજસિંહે દેવબંદને ‘આતંકની ગંગોત્રી’ ગણાવ્યા હતા. ગિરિરાજસિંહનાં આ નિવેદન પર ભારે હોબાળો મચી ગયો હતો. ગિરીરાજસિંહનાં નિવેદનમાં પણ ભાજપે નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગિરિરાજસિંહને સમન્સ પાઠવ્યુ છે.
Bihar: CPI (Communist Party of India) & RJD (Rashtriya Janata Dal) workers washed the statue of BR Ambedkar (in pic 3), after Union Minister Giriraj Singh garlanded the statue in Begusarai. (14.02.2020) pic.twitter.com/opwCPqpaAN
— ANI (@ANI) February 15, 2020
ગિરિરાજસિંહે તાજેતરમાં સીએએનાં સમર્થનમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા સહારનપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, દેવબંદ આતંકવાદની ગંગોત્રી છે. હાફિઝ સઈદ જેવા બધા મોટા આતંકવાદીઓ ત્યાંથી નિકળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
