Cricket/ ક્રિકેટ જગતને મળ્યો નવો સ્ટાર, અંડર-19 વર્લ્ડકપમાં કરી રહ્યો છે શાનદાર પ્રદર્શન

દુનિયાનાં તમામ ક્રિકેટ સ્ટાર્સ કે જેમના પર દુનિયાએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે, તે બધા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ધૂમ મચાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યા હતા. તેમાં કોઈ શંકા નથી કે આ ટૂર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ ‘લોન્ચિંગ પેડ’ છે.

Sports
Dunith Wellalage

દુનિયાનાં તમામ ક્રિકેટ સ્ટાર્સ કે જેમના પર દુનિયાએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે, તે બધા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ધૂમ મચાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યા હતા. તેમાં કોઈ શંકા નથી કે આ ટૂર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ ‘લોન્ચિંગ પેડ’ છે. હવે આ યાદીમાં સૌથી તાજેતરનું નામ શ્રીલંકાની અંડર-19 ટીમનાં કેપ્ટન દુનિથ વેલાલાગેનું છે. આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા અંડર-19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો – લોકડાઉનની અસર / લોકડાઉનમાં બ્રિટેનનાં લોકો બન્યા દારૂડિયા, ઘરે બેસી ખૂબ પીવે છે દારૂ, આંકડો ચોંકાવી દેશે

19 વર્ષીય, જેણે પાંચ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મેચો અને ચાર લિસ્ટ-એ મેચોમાં અંડર-19 વર્લ્ડકપમાં પોતાના દેશનું નેતૃત્વ કર્યું હતું, તે અસાધારણ ઓલરાઉન્ડર છે અને તેણે તેના ઐતિહાસિક પ્રદર્શનથી છેલ્લા કેટલાક દિવસોથી સાબિત કર્યું છે. લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને એક તેજસ્વી લેફ્ટ હેન્ડ ઓલરાઉન્ડર, આ ઓલરાઉન્ડરે 12 જાન્યુઆરીએ વર્લ્ડકપની વોર્મ-અપ મેચથી લઈને 17 જાન્યુઆરીએ રમાયેલી અંડર-19 વર્લ્ડકપ મેચો સુધી સતત પ્રદર્શન કર્યું છે. સૌથી પહેલા અંડર-19 વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચ્યા બાદ દુનિથ વેલાલાગે શ્રીલંકા અને યુગાન્ડાની ટીમો વચ્ચે રમાયેલી વોર્મ-અપ મેચમાં પોતાની ઐતિહાસિક બોલિંગ બતાવી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ યુગાન્ડાને 50 ઓવરમાં 278 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ જ્યારે યુગાન્ડા જવાબ આપવા આવ્યુ ત્યારે તેને દુનિથનાં કહેરનો શિકાર બનવું પડ્યું હતુ. આ યુવા ખેલાડીએ 3 ઓવરમાં એકપણ રન આપ્યા વિના 4 વિકેટ ઝડપી હતી. જેમાં ત્રણ બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા હતા. યુગાન્ડા 46 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને શ્રીલંકાએ 231 રનથી મેચ જીતી લીધી. જો લોકોને એવું લાગતું હતું કે દુનિથે માત્ર પ્રેક્ટિસ મેચમાં જ કમાલ કરી બતાવી છે તો તેનો જવાબ તેણે સ્કોટલેન્ડ સામેની વર્લ્ડકપની પ્રથમ મેચમાં આપીને બતાવી દીધો છે. આ મેચમાં શ્રીલંકાની અંડર-19 ટીમે પ્રથમ બેટિંગ કરીને 218 રન બનાવ્યા હતા. જવાબ આપવા ઉતરેલી સ્કોટલેન્ડની ટીમને પણ દુનિથની સ્પિનનો સામનો કરવો પડ્યો હતો અને તેની પૂરી ટીમ 48.4 ઓવરમાં 178 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન દુનિથ વેલાલાગે 9 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ લીધી અને તે ‘મેન ઓફ ધ મેચ’ બન્યો. શ્રીલંકાએ આ મેચ 40 રનથી જીતીને વર્લ્ડકપની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો – IPL / અમદાવાદની ટીમ તરફથી હાર્દિક પંડયા સહિત આ ખેલાડીઓ રમશે,હરાજી પહેલા આટલા રૂપિયામાં કરી પસંદગી,જાણો વિગત

ત્રણ દિવસ વીતી ગયા અને સ્કોટલેન્ડ સામેની જીત પછી, બીજી સીધી મેચ વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાંની એક ઓસ્ટ્રેલિયા સામે હતી. સોમવારે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં દુનિથ વધુ આક્રમક બન્યો હતો. આ વખતે તેણે માત્ર બોલિંગ જ નહીં પરંતુ બેટિંગમાં પણ પોતાની શક્તિ બતાવી અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમને એકલા હાથે નમવા મજબૂર કરી દીધુ જેણે દુનિયાને ચોંકાવી દીધુ. વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલ પરિસ્થિતિમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ કરવા ઉતર્યું હતું પરંતુ 50 ઓવરમાં 175 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. તેનું કારણ હતું શ્રીલંકાનાં કેપ્ટન દુનિથ વેલાલાગે, જેણે 10 ઓવરમાં 1 મેડન અને માત્ર 28 રન આપીને 5 વિકેટ લીધી. આ પછી જ્યારે શ્રીલંકાની ટીમ જવાબ આપવા માટે ઉતરી ત્યારે ઓસ્ટ્રેલિયાએ 49 રનમાં તેની 4 વિકેટો પાડી દીધી હતી. પરંતુ પાંચમાં નંબરે બેટિંગ કરવા આવેલા દુનિથે ચાર ચોક્કા અને એક છક્કા સાથે 52 રનની શાનદાર ઇનિંગ રમી અને શ્રીલંકાની ટીમે 37 ઓવરમાં 4 વિકેટે મેચ જીતી લીધી.