રાજકોટ શહેર ખાતે બાંધકામનો વ્યવસાય કરતા કિશોરભાઈ પરસાણા નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી. કિશોરભાઈ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના વિધવા ભાભીના વોટ્સએપ પર કોઈ અજાણ્યા શખ્સનો મેસેજ આવ્યો છે. જે મેસેજમાં વ્યક્તિએ ધમકી આપતાં જણાવ્યું હતું કે, ‘જો તું 72 કરોડ નહીં આપે તો તારી ત્રણેય દીકરીઓને જીવવા નહીં દઉં. આ કિસ્સામાં અપહરણ કર્યાં વગર જ એક લવરમૂછિયા ખંડણીખોરે 72 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પારસ ઉર્ફે પરિયો મહેન્દ્રભાઈ મોણપરા નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
Rajkot / દિલ્હી-રાજકોટ ફ્લાઇટના મુસાફરોનો બચાવ, માથેથી મોટી ઘાત ટળી

Assembly Election / ચૂંટણી પંચે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું શિડ્યુલ કર્યુ જાહેર, મતદાનનો સમય 1 કલાક લંબાયો
જો તું 72 કરોડ નહીં આપે તો તારી ત્રણેય દીકરીઓને જીવવા નહીં દઉં. તારી ડેનિશા નામની છોકરી અમદાવાદમાં ક્યાં રહે છે તેની મને ખબર છે. 72 કરોડ રૂપિયા આપી દે નહીં તો તેનું અપહરણ કરી જાનથી મારી નાંખીશ.’ આવી ધમકી આપતા લવરમૂછિયાની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરી સમગ્ર મામલાને થાળે પાડ્યો છે.વોટ્સએપ પર મેસેજથી કારણે ડરી ગયેલા પરસાણા પરિવારે થોડાક સમય પૂર્વે જ અમદાવાદ ગયેલી પોતાની વ્હાલસોયી દીકરી ડેનિશાને રાજકોટ પરત બોલાવી લીધી હતી. બીજી તરફ સમગ્ર મામલે પીએસઆઇ હસમુખ ધાંધલીયા અને તેમની ટીમના રાજેશભાઈ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, સુભાષભાઈ ચૌધરી, પ્રદિપસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર તેમજ શક્તિસિંહ ગોહિલ દ્વારા ખંડણીખોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

Political / રાજકારણમાં નવો અધ્યાય લખવા રોબર્ટ વાડ્રા તૈયાર, જયપુરના ગણેશ મંદિરમાં પૂજા કરી,મીડિયા સમક્ષ કબૂલાત
ખંડણી માંગવા માટે પારસે જે પ્લાન ઘડ્યો હતો તેના વિશે સાંભળીને ભલભલા માંથું ખંજવાળે. પારસે રાજકોટના એક બિલ્ડરના ભાભીને વોટ્સએપ મેસેજ કરીને 72 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પારસે મહિલાની છોકરીને મારી નાખવાની ધમકી આપી હતી. એક સમયે પારસ અને આ છોકરી સારા મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે. આ જ કારણ છે કે પારસ છોકરીના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે તમામ માહિતી જાણતો હતો. પારસ વૈભવી જીવન જીવવા માટે ટેવાયેલો છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોટ્સએપને લગતી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળ્યું હતું કે, ડેનિશાની માતાને જે વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યો છે તે વોટ્સએપ મેસેજ રાજસ્થાન નહીં પરંતુ ગુજરાતમાંથી જ કરવામાં આવ્યો છે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખંડણીખોર કોઈ જાણભેદુ હોય તે બાબતની પણ શંકા સેવાઇ રહી હતી. જે બાબતે દીકરી તેમજ તેના પરિવારને પૂછતા દીકરીનો પારસ નામનો જૂનો મિત્ર ભૂતકાળમાં હેરાન-પરેશાન કરતો હોય તે પ્રકારની બાબત પણ પોલીસને જાણવા મળી હતી. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પારસને ઝડપી લઇને તેની આકરી પૂછપરછ કરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
