ખુલાસો/ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ OTT પ્લેટફોર્મ પર ખોલશે જીવનનાં ઘણા રહસ્ય

પોર્ટુગલનાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પાર્ટનર જ્યોર્જીનાં રોડ્રિગ્ઝ OTT પ્લેટફોર્મ પર તેના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કરવાની હોવાનુ સામે આવી રહ્યુ છે.

Sports
રોનાલ્ડો ગર્લફ્રેન્ડ

પોર્ટુગલનાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ OTT પ્લેટફોર્મ પર તેના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્ય જાહેર કરવાની હોવાનુ સામે આવી રહ્યુ છે. જ્યોર્જીના એક મોડલ છે. તે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિયાલિટી શો લઈને આવી રહી છે.

આ પણ વાંચો – પણજી / ગોવામાં લગાવવામાં આવ્યુ પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું Statue

આ રિયાલિટી શો નેટફ્લિક્સ પર આવતા વર્ષે 27 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે. ખાસ વાત એ છે કે આ દિવસે જ્યોર્જીનાનો જન્મદિવસ પણ છે. જ્યોર્જીનાનો જન્મ 27 જાન્યુઆરી 1994નાં રોજ બ્યુનોસ એરેસ, આર્જેન્ટિનામાં થયો હતો. 6 એપિસોડનાં આ રિયાલિટી શોમાં જ્યોર્જીનાનાં અંગત જીવન, તેની મોડલ બનવાની વાર્તા અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાં જીવનસાથીની છબી સિવાય જીવન વિશેનાં ઘણા રહસ્યો ખુલશે. આટલું જ નહીં, સ્પેનમાં તેની પ્રથમ મુલાકાત ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે કેવી રીતે થઈ. કેવી રીતે રોનાલ્ડોએ તેની ફૂટબોલ ક્લબ બદલવાનું નક્કી કર્યું. આ રિયાલિટી શોમાં પણ જણાવવામાં આવશે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝના રિયાલિટી શોનું નામ આઈ એમ જ્યોર્જીના (I Am Georgina) છે. આ શોનું ટ્રેલર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યું છે. ટ્રેલરમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ જોવા મળી રહ્યો છે. જ્યોર્જિનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના સ્ટ્રીમિંગ વિશેની માહિતી શેર કરી છે. 5 ફેબ્રુઆરી, 1985નાં રોજ પોર્ટુગલમાં જન્મેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 2016થી જ્યોર્જીનાં રોડ્રિગ્ઝ સાથે રિલેશનશિપમાં છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / કોરોનાની ઝપટમાં આવ્યુ પ્રીમિયર લીગ, 103 ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત

થોડા દિવસો પહેલા જ રોનાલ્ડો અને જ્યોર્જિનાએ જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં જોડિયા બાળકોનાં માતા-પિતા બનવાના છે. રોનાલ્ડો કરતાં લગભગ 9 વર્ષ નાની જ્યોર્જિનાએ મોડલિંગમાં પણ હાથ અજમાવ્યો છે. જ્યોર્જિના રોડ્રિગ્ઝ હાલમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. જ્યોર્જીના રોડ્રિગ્ઝના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 30 મિલિયન ફોલોઅર્સ છે. તે લેટિન અમેરિકામાં ઘણી મોટી બ્રાન્ડ્સને પણ સમર્થન આપે છે.