@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં પાલનપુર જકાતનાકા ખાતે 14 વર્ષની કિશોરી પર નજીકમાં રહેતા એક યુવક દ્વારા ગળું દબાવી બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કિશોરીએ બૂમાબૂમ કરતા નરાધમે કિશોરીના માથામાં ગેસનો નાનો બાટલો મારી દીધો હતો. જેથી તે બેભાન થઈ ગઈ હતી. કિશોરી હોંશમાં આવતા પંખે લટકાવવાનો પ્રયાસ કરી દીવાલમાં માથું અથડાવતા ઢળી પડી હતી. ત્યારબાદ નરાધમ ભાગી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે નરાધમ આરોપીની ગણતરીનાં કલાકમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે
મળતી માહિતી પ્રમાણે, પાલનપુર જકાતનાકા ખાતે શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારમાં એક 14 વર્ષની કિશોરી પણ છે જે હાલ ધોરણ નવમાં અભ્યાસ કરી રહી છે. સવારે પિતા દીકરીને સ્કૂલે મૂકી આવ્યા હતા ત્યારબાદ બપોરે કિશોરી ઘરે આવી હતી. દરમિયાન કિશોરી ઘરે એકલી હતી અને પોતાનું સ્કૂલનું હોમવર્ક કરી રહી હતી. તે દરમિયાન નજીકમાં જ રહેતો યુવક ઘરે આવ્યો હતો અને કેટલામાં ભણે છે એ રીતની વાતચીત કરતા કરતા નજીક ગયો હતો. ત્યારબાદ ગળું દબાવીને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. દીકરીએ બૂમાબૂમ કરી હતી.
જેથી નજીકમાં પડેલો નાનો ગેસનો બાટલો માથા પર મારી દીધો હતો જેથી તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તે ભાનમાં આવતા તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દીકરીને પંખે લટકાવવાનો પ્રયાસ કરતા પ્રતિકાર કર્યો હતો જેથી તેનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. જેથી તે ફરી બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તે યુવક ભાગી ગયો હતો. દીકરી ભાનમાં આવતા જ પરિવાર ને જાણ કરી હતી. જેથી પરિવાર તાત્કાલિક બાળકી ને હોસ્પિટલમાં લઈ ગયો હતો..ત્યાં જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને બાળકીનું મેડિકલ ચેક અપ કરાવ્યું હતું.. રાંદેર પોલીસને સમગ્ર મામલે જાણ કરતા પોલીસ તપાસમાં જોતરાઈ હતી અને ગણતરીની કલાક માં જ નરાધમ પાડોશી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે યોગા કર્યા
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં જીલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
આ પણ વાંચો: જામનગર ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
