Not Set/ ગ્રાહકો માટે આવી ‘Good News’, ઈલેક્ટ્રીક વાહનો પર નહી ચૂકવવો પડે રજિસ્ટ્રેશન ચાર્જ

ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલની ખપતની ગંભીરતાને જોતા દુનિયાભરમાં કંપનીઓ હવે ઈલેક્ટ્રીક વાહનોનાં ઉત્પાદન પર વધુ ધ્યાન આપી રહી છે. આ જ કારણ છે કે મોદી સરકાર સતત આ વાહનોને પ્રમોટ કરવા માટે જુદી-જુદી સ્કીમો લોન્ચ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હજુ પણ ઈલેક્ટ્રીક વાહનો વિશે લોકોમાં જાણકારીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકાર […]

Tech & Auto
electric car 781x348 ગ્રાહકો માટે આવી ‘Good News’, ઈલેક્ટ્રીક વાહનો પર નહી ચૂકવવો પડે રજિસ્ટ્રેશન ચાર્જ

ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલની ખપતની ગંભીરતાને જોતા દુનિયાભરમાં કંપનીઓ હવે ઈલેક્ટ્રીક વાહનોનાં ઉત્પાદન પર વધુ ધ્યાન આપી રહી છે. આ જ કારણ છે કે મોદી સરકાર સતત આ વાહનોને પ્રમોટ કરવા માટે જુદી-જુદી સ્કીમો લોન્ચ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હજુ પણ ઈલેક્ટ્રીક વાહનો વિશે લોકોમાં જાણકારીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકાર સતત ખાસ પગલા લઇને વધુમાં વધુ લોકોને આ વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

ઈલેક્ટ્રીક વાહનો લોકો વધુને વધુ ખરીદે તે કડીમાં સરકારે એક નવા પગલા ભર્યા છે. સરકારે ઈલેક્ટ્રીક વાહનોનાં રજિસ્ટ્રેશન ચાર્જને નાબૂદ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ સાથે જ રિન્યૂઅલ માટે પણ કોઇ ચાર્જ નહી વસૂલવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જે માટે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક સૂચના પણ જાહેર કરી છે. મંત્રાલયએ નોટિફિકેશન જાહેર કરતા કહ્યુ કે, બેટરીથી ચાલતા વાહનોનાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને તેને રિન્યૂ કરવાના પ્રોસેસને ફરજની બહાર રાખવામા આવશે. એટલે કે નવા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદીનાં સમયે રજિસ્ટ્રેશન કરાવવા પર તમારે કોઇ ચાર્જ આપવાનો રહેશે નહી. આ પ્રપોઝલ ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર સહિત દરેક પ્રકારનાં ઈલેક્ટ્રીક વાહનો માટે પ્રભાવી હશે. વધુમાં ફોર વ્હીલરને પણ આ ચાર્જ આપવાની જરૂર રહેશે નહી.

સુત્રોનું કહેવુ છે કે, સરકાર આ વાહનો પર GST ચાર્જને 15થી ઘટાડીને 5 ટકા સુધી કરી શકે છે. તાજેતરમાં નીતિ આયોગે 2030 પછી માત્ર ઈલેક્ટ્રીક વાહનો જ ચલાવવામાં આવે તથા અન્ય વાહનોને ધીરે ધીરે બંધ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.