ગોલ્ડ કોસ્ટ,
ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલ 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર ગુરુરાજાએ ચંદ્રક જીતવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ આ મેડલ જીત્યા પછી તેમની સફર એટલી સરળ નથી. ચંદ્રક જીત્યા બાદ, ગુરુરાજાએ કહ્યું કે, જ્યારે તેઓ ક્લીન અને જર્કના બે પ્રયાસોમાં સફળ થયા ન હતા, ત્યારે તેમના કોચ તેમને યાદ કરાવતા હતા કે તેમની છેલ્લી તક તેમના જીવનમાં કેટલા ફેરફારો લાવી શકે છે.
ચંદ્રક જીત્યા બાદ, ગુરુરાજાએ કહ્યું, “જ્યારે હું પ્રથમ બે પ્રયાસોમાં નિષ્ફળ ગયો હતો ત્યારે મારા કોચે મને સમજાવ્યું કે, મારું જીવન આ પ્રયાસ પર આધારિત છે. તે પછી હું મારા દેશ અને પરિવારને યાદ કરું છું. ‘આ પછીની ઘટના દરેકની સામે છે. કર્ણાટકમાં એક ગરીબ પરિવારમાંથી આવતા ગુરુરાજાએ 21 મી કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટ લિફટીંગમાં રજતચંદ્રક જીત્યા હતા અને મેડલની મેળવી ખાતું ખોલ્યું હતું.
એક એવો સમય હતો જ્યારે ડાયેટ માટે પૈસા ન હતા
વેઇટ લિફટીંગ દરમિયાન મેડલની આશા લગભગ ગુમાવી ચૂકેલ ગુરુરાજાએ પોતાના પરિવારના ગરીબીના દિવસો યાદ કર્યા તો તે પ્રેરણા બની સામે આવી ગયા હતા. તે પછી તેમનું નામ ક્લીન અને જર્કમાં ૧૩૮ કિ.ગ્રા. વજન ઉપાડીને સિલ્વર મેડલ માટે પોતાનું નામ સુનિશ્ચિત કરી લીધું. તેઓએ સ્નેચમાં પહેલેથી જ ૧૧૧ કિલો વજન ઉઠાવ્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સમાં પ્રવેશ કર્યા બાદ ગુરુરાજાએ શ્રેષ્ઠ વ્યક્તિગત દેખાવ કરતાં કુલ ૨૪૯ કિલો વજન ઉઠાવ્યું હતું. આટલું વજન ઉઠાવનાર ગુરુરજાના જીવનમાં એક સમય એવો હતો કે ડાયેટ અને સપ્લીમેન્ટ માટે પૈસા પણ ન હતાં.
એક ટ્રક ડ્રાઈવરના પુત્ર ગુરુરજાના ઘરમાં આઠ સભ્યો હોવાના કારણે વેઇટ લિફ્ટિંગ મુજબ પુરતુ ડાયેટ મળી શકતુ નહતું. આજ ગરીબી અંને સંઘર્ષના આ દિવસોની યાદમાં અને આ પરિસ્થિતિથી પરિવારને બહાર લાવવાની દ્રઢ ઈચ્છાએ ગુરુરાજાને સિલ્વર મેડલ જીતાડી દીધો
