Food Recipe: દિલ્હીના પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ પૈકીનું એક છે દહીંના કબાબ (Dahi Kabab)…જેને દહીં કે શોલે (Dahi ke Sholay Recipe) પણ કહેવામાં આવે છે. જો તમે દિલ્હીમાં નથી રહેતા તો કોઈ જ વાંધો નથી. આ સ્ટ્રીટ ફૂડ ખાવા માટે તમારે દિલ્હી સુધી લાંબા થવાની જરુર નથી! તમે ઘરે જ આ સ્ટ્રીટ સ્ટાઈલમાં બનાવી શકો છો. બ્રેડ તથા દહીંથી બનતી આ રેસિપી અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીને તમે ઘરે ઓછા સમયમાં તૈયાર કરી શકો છો.
સાંજની હળવી ભૂખ હોય કે ડિનર ‘દહીં કે શોલે’ એક બહેતરીન વાનગી સાબિત થાય છે. આ વિશેષ રેસિપી સરળતાથી બની જાય છે તો જાણીએ એને બનાવવાની વિધિ…
શી રીતે બનાવશો દહીં કે શોલે? (Dahi ke Sholay Recipe)
દહીં કે શોલે બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
દહીં – 5 કપ
ડુંગળી- 3 ચમચી
કેપ્સિકમ- 2 ચમચી
આદુ- અડધી ચમચી
લીલું મરચું- 1 નંગ
2 ચમચી તાજી કોથમીર
સ્વાદાનુસાર મીઠું
અડધી ચમચી સંચળ
1/3 કપ ચીઝ
2 ચમચી જીરા પાવડર
અડધી ચમચી કાળા મરીનો પાવડર
જરુર પ્રમાણે બ્રેડ સ્લાઈઝ
તળવા માટે તેલ

બનાવવાની વિધિ
1. આ રેસિપીમાં સૌથી જરુરી વસ્તુ છે દહીં (Hanged Curd)…એને મલમલના કપડા કે ઝીણી ચાળણીમાં રાખી દેવું. આમ કરવાથી દહીંમાં રહેલું પાણી નીકળી જશે અને એ ઘટ્ટ થઈ જશે. દહીંને ઓછામાં ઓછા 4 કલાલ સુધી રાખવાનું છે. આમ કરવાથી દહીં ચીઝ જેવું લાગવા લાગે છે.
2. હવે દહીંમાં બારીક સમારેલી ડુંગળી, કેપ્સિકમ, આદુ, લીલા મરચા, તાજી સમારેલી કોથમીર, મીઠું, સંચળ અને છીણેલું ચીઝ (Cheese) ઉમેરો. એમાં શેકેલો જીરા પાવડર અને કાળા મરીનો પાવડર પણ ઉમેરવો.
3. આ તમામ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લો. જો દહીં તમને પાતળું લાગે તો એમાં બ્રેડની કિનારીઓને કાપીને ક્રશ કરીને ઉમેરી દો. આમ કરીને મિશ્રણને મસળીને મિક્સ કરી લેવું. આનાથી દહીંનું મિશ્રણ ઘટ્ટ થઈ જશે.
4. હવે આ દહીં કે શોલે તૈયાર કરવા માટે તમારે બ્રેડ સ્લાઈઝ લેવાની રહેશે. એને હળવા હાથેથી વેલણથી વણીને ફ્લૅટ કરી લો. જો બ્રેડ (Bread) તાજી ન હોય તો એના પર હળવું પાણી નાખીને એને વણી શકો છો.
5. હવે બ્રેડના પેકેટની પૉલીથીન લઇને એને ઊંધી કરી લો. એની ઉપર આ બ્રેડ સ્લાઈઝ મૂકો અને એની ઉપર બીજી સ્લાઈઝ પણ મૂકો. ઉપર પાણીના હળવા છાંટા મારવા. આમ કરવાથી બ્રેડ આરામથી ફોલ્ડ થઈ જશે.
6. આ બ્રેડની વચ્ચે દહીંનું મિશ્રણ મૂકો અને એને એક તરફથી વાળી લો. બીજી તરફથી પણ પૉલીથીન સાથે બ્રેડને ટાઇટ કરીને વાળી લો. હવે પૉલીથીન હટાવી દો અને બ્રેડને શોલેના શૅપ આપી દો. આ પ્રમાણે બાકીને દહીંના શોલા તૈયાર કરી લેવા.
7. દહીં કે શોલે ફ્ર્રાય કરવા માટે તમે ઓવન કે એક ફ્રાયરનો ઉપયોગ પણ કરી શકો છો. એ માટે એની ઉપર હળવું તેલ લગાવીને શેકી લેવું. જો તમે સ્ટ્રીટ સ્ટાઈલમાં બનાવવા માગતા હો તો એમને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી શકો છો.
તો તૈયાર છે તમારા દહીં કે શોલે (Dahi ke Sholay Recipe)…જેમને ટિશ્યૂ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ નીકળી જાય. આ દહીંના શોલા વાનગીને ગરમાગરમ સર્વ કરો. એની સાથે લીલી ચટણી અને મીઠી ચટણી સર્વ થાય છે.
આ પણ વાંચો: બાળકો સામે ચાલીને માગશે…નાસ્તામાં બનાવે ક્રિસ્પી ગલૌટી કબાબ….એ પણ દૂધીના!
આ પણ વાંચો: દિવાળીના અવસરે બનાવો મહેમાનો માટે મસાલા મઠરી…ચાની મજા બમણી થઈ જશે!
આ પણ વાંચો: કોલકાતાની ફેમસ સ્ટ્રીટ ચાટ…આલુ કાબલી બનાવવાની સરળ રેસિપી…ચટકારા લઇને ખાશો!
