Dahod News: દાહોદના સિંગવડ તાલુકાના (Singvad News) હીરાપુર ગામ નજીકના જંગલ વિસ્તારમાં સગીરા અને એક યુવકના મોતનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર (Dahod Minor Girl Youth Death) મચી ગઈ છે. બંને એકબીજાના પરિચયમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં રંધિકપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ લીમખેડા તાલુકાના એક ગામની 16 વર્ષની સગીરા અને ફોફણ ગામનો રાજેશ રમણ નીનામા ગતરોજ હીરાપુરના જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. બાદમાં બંનેના મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
Dahod Minor Girl Youth Death: સોશિયલ મીડિયા લાઇવ અંગે પણ તપાસ
પોલીસની પ્રાથમિક (Dahod Police) તપાસમાં ઘટના પહેલાં બંને સોશિયલ મીડિયા પર લાઇવ થયા હોવાની માહિતી સામે આવી છે. આ લાઇવ દરમિયાન (Social Media Live) અનેક લોકો જોડાયા હોવાની વિગતો પણ સામે આવી છે. હવે પોલીસ સોશિયલ મીડિયા લાઇવ સહિત ઘટનાક્રમ સાથે જોડાયેલી તમામ બાબતોની તપાસ કરી રહી છે.
મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી
બંનેના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ દ્વારા પરિવારજનો તથા સંબંધિત લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સિંગવડ પોલીસ મથકના અધિકારી એસ.એમ. ઝાલાની દેખરેખ હેઠળ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે. પોલીસે ઘટનાના સંજોગો અને બંને વચ્ચેના સંબંધ સહિત વિવિધ પાસાં તપાસ હેઠળ લીધાં છે.
આ પણ વાંચો: સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત, અંતિમ વીડિયો મળતાં પોલીસ તપાસમાં
આ પણ વાંચો: અમદાવાદ CTM ડબલ ડેકર બ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યું, અઠવાડિયામાં બીજી ઘટના
આ પણ વાંચો: છોટાઉદેપુરવાસીઓ માટે રાહતના સમાચાર; સિહોદ ખાતે ભારજ નદી પર ઓવરબ્રિજનું કામ પુનઃ ધમધમ્યું
