સમસ્યા/ માંડવી ડેપોમાં કિમ GIDCનાં રોજીંદા મુસાફરોનો હલ્લાબોલ : ડેપો સંચાલકોની મનમાનીની ચર્ચા

ડેપોના સંચાલકો ધારાસભ્ય, સાંસદ, પૂર્વ કેબિનેટ મંત્રી અને પ્રાંત અધિકારીની રજૂઆતને પણ ઘોળીને પી ગયા હોવાનો ગણગણાટ

Gujarat Others Trending
માંડવી-કિમ

સુરત જિલ્લાનાં માંડવી ડેપો દ્વારા માંડવી-કિમ રૂટ પરની સવારે 7.45 વાગ્યે ઉપડતી કિમની બસ લાંબા સમયથી અનિયમીત તથા મોડી પડતો રોજીંદા મુસાફરી પાસધારકોનો ગુસ્સો ફાટી નીકળતા ડેપો પર હલ્લાબોલ કરાયો હતો.

માંડવી ડેપોની સવારે 7.45 વાગ્યે ઉપડતી કિમની બસ લાંબા સમયથી અનિયમીત ચાલે છે. વહેલી સવારની આ બસ મોડી પડતા રોજીંદા મુસાફરી પાસધારકો નોકરી પર મોડા પહોચે છે.જેના કારણે એમણે અડધી હાજરીને કારણે અડધા પગારનું નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે. પોતે માસિક પાસ લીધો હોય અને મહિનાની એડવાન્સ ભાડાની રકમ ભરપાઈ કર્યા બાદ બસડેપોનાં અધિકારીઓના ઢંગધડા વગરના વાંકે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતા આખરે કપરી પરિસ્થિતિમાં પણ પોતાનુ ગુજરાન ચલાવતા તમામ પાસધારકોનો ગુસ્સો ફાટી નીકળતા ડેપો પર હલ્લાબોલ કરાયો હતો.

માંડવી-કિમ

નોંધનીય છે કે, છેલ્લા લાંબા સમયથી માંડવી ડેપોની વિવિધ રુટની બસો માટે અવારનવાર ફરિયાદો ઉઠતી આવી છે. ઉપરાંત લગભગ માંડવી તાલુકાના દરેક ગામ પંચાયતોના સરપંચો દ્વારા, સામાજીક સંસ્થાઓ દ્વારા ઘણાં આવેદનો થયા છે. માંડવીના ધારાસભ્ય આનંદ ચૌઘરીએ થોડા જ મહિનાઓ પહેલા જ આ મુદ્દે આંદોલન કર્યું હતું.તાલુકા પંચાયતની સભાઓમાં પણ માંડવી એસ.ટી ડેપોની બસોનાં રૂટોની બાબતે ફરિયાદો ઉઠતા ડેપો મેનેજર પાસે જવાબો તલબ થયા હતાં.માંડવી-માંગરોળ-ઉમરપાડા આમ ત્રણ તાલુકાઓ વચ્ચે શિક્ષણ, વેપારધંધા માટે રોજીંદી અવરજવર કરતા લોકો માટે તમામ રુટ પરથી દરેક સ્તરોએથી અરજી, ફરિયાદો, આવેદનો, તથા તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીના સૂચનો હોવા છતા ડેપો સંચાલકોમાં કોઈ બાબતે ગંભીરતા રાખવામાં આવી ન હોવાનું વધુ એક વખત સાબિત થાય છે. ઉપરાંત ધારાસભ્ય, સાંસદ તથા પૂર્વ કેબીનેટ મંત્રીઓનાં સૂચનો, ભલામણો છતાં માંડવી એસ.ટી ડેપો સંચાલકો ગણકારતા ન હોવાની લોકચર્ચા ઉઠી છે.

આ પણ વાંચો :  ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ગુરુવારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ