Not Set/ રવિદાસ મંદિર તોડ્યા બાદ દિલ્હીમાં દલિતોનું ઘોડાપૂર, ચંદ્રશેખર આઝાદની કરાઇ ધરપકડ

દિલ્હીનાં તુગલકાબાદ વિસ્તારમાં રવિદાસ મંદિર તોડી પાડ્યા બાદ વિરોધ પ્રદર્શન બંધ થવાનુ નામ નથી લઈ રહ્યુ. બુધવારે પણ લોકોએ ડીડીએ દ્વારા મંદિર તોડવાના વિરોધમાં દેખાવો કર્યા હતા, જેનું નેતૃત્વ ભીમ આર્મીનાં વડા ચંદ્રશેખર આઝાદ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ દરમિયાન વિરોધીઓને પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ, ત્યારબાદ ચંદ્રશેખર સહિત 100 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. […]

India

દિલ્હીનાં તુગલકાબાદ વિસ્તારમાં રવિદાસ મંદિર તોડી પાડ્યા બાદ વિરોધ પ્રદર્શન બંધ થવાનુ નામ નથી લઈ રહ્યુ. બુધવારે પણ લોકોએ ડીડીએ દ્વારા મંદિર તોડવાના વિરોધમાં દેખાવો કર્યા હતા, જેનું નેતૃત્વ ભીમ આર્મીનાં વડા ચંદ્રશેખર આઝાદ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ દરમિયાન વિરોધીઓને પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ, ત્યારબાદ ચંદ્રશેખર સહિત 100 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જોકે, મોડી રાત્રે ચંદ્રશેખરની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ગોવિંદપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઈઆર નોંધાઈ હતી.

ડીડીએ આ મહિનામાં તુગલકાબાદ વિસ્તારમાં આવેલા રવિદાસ મંદિરને તોડી પાડ્યું હતું, જેને લઇને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, ડીડીએનું કહેવું છે કે તેણે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશો પર આ માળખું તોડી પાડ્યું છે, પરંતુ દલિતોની નારાજગી હજુ પણ યથાવત છે. મંદિર તોડવાના વિરોધમાં 13 ઓગષ્ટે પંજાબમાં પણ વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા, જ્યારે વિરોધીઓએ જલંધર-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતનાં ઘણા અન્ય માર્ગોને પણ અવરોધિત કર્યા હતા. ગત સપ્તાહે પંજાબમાં વિરોધ બાદ દેશભરમાંથી હજારોની સંખ્યામાં દલિત સમુદાય બુધવારે દિલ્હીમાં એકઠા થયા હતા અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.