Not Set/ J&K માં DSP ની હિઝબુલ આતંકીઓ સાથે સાંઠગાંઠ, ચેકિંગ દરમિયાન પકડાયા

કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, અહીનાં કુલગામમાં ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી હિઝબુલ મુજાહિદ્દીનનાં બે આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે, આ બંને આતંકવાદીઓની સાથે જમ્મુ-કાશ્મીર પોલીસનાં નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) પણ હતા, જેની સુરક્ષાદળોએ ધરપકડ પણ કરી છે, પકડાયેલા ડીએસપીનું નામ દેવિંદર સિંહ હોવાનુ સામે આવી રહ્યુ છે. અહી સૌથી ચોંકાવનારી વાત એ સામે […]

Top Stories India

કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, અહીનાં કુલગામમાં ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી હિઝબુલ મુજાહિદ્દીનનાં બે આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે, આ બંને આતંકવાદીઓની સાથે જમ્મુ-કાશ્મીર પોલીસનાં નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) પણ હતા, જેની સુરક્ષાદળોએ ધરપકડ પણ કરી છે, પકડાયેલા ડીએસપીનું નામ દેવિંદર સિંહ હોવાનુ સામે આવી રહ્યુ છે.

અહી સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી રહી છે કે તેઓ પોલીસ મેડલ વિજેતા પણ રહી ચૂક્યો છે અને જમ્મુ-કાશ્મીર પોલીસનાં એન્ટી હાઇજેકિંગ સ્કવોડનો ભાગ પણ હતા, આપને જણાવી દઈએ કે, વર્ષ 2001 માં સંસદ પરનાં હુમલા બાદ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. તે પછી તે ઇન્સ્પેક્ટર તરીકે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો પાર્ટ હતા, ત્યારબાદ તેની બઢતી કરી ડીએસપી બનાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે ડીએસપી દેવિંદર સિંહ કાશ્મીરથી દિલ્હી જતા બંને આતંકવાદીઓને મદદ કરી રહ્યો હતો.

પોલીસે ડીએસપીનાં ઘરે પણ દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસે 5 ગ્રેનેડ અને 3 એકે-47 મળી આવ્યા હતા, જ્યારે પકડાયેલા આતંકીઓનું નામ સૈયદ નવીદ મુસ્તાક ઉર્ફે નવીદ બાબૂ અને આસિફ રાથર છે. બાબૂ પર ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ કાશ્મીરમાં 11 બિન-કાશ્મીરીઓની હત્યામાં શામેલ હોવાનો આરોપ છે, જેમાં કુલગામ જિલ્લાનાં કાજીગુંડનાં મીર બજાર વિસ્તારમાંથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. નવીદ હિજબુલનો ટોચનો કમાન્ડર છે, જ્યારે રાથર ત્રણ વર્ષ પહેલા આ આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો, આ બંને શોપિયાના રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.