Business/ ટ્રેક્ટરનું વેચાણ ઘટવાથી ઓવરઓલ સેલ્સ ઘટ્યું,કોમર્શિયલ વ્હીકલની ડિમાન્ડ વધી

સપ્ટેમ્બરમાં કુલ 12,96,257 ગાડીઓનું વેચાણ થયું. સપ્ટેમ્બર 2020માં આ આંકડો 13,68,307 ગાડીઓનો હતો. એટલે કે વાર્ષિક આધારે 72,050 ગાડીઓનું વેચાણ ઓછું રહ્યું

Tech & Auto
vvv ટ્રેક્ટરનું વેચાણ ઘટવાથી ઓવરઓલ સેલ્સ ઘટ્યું,કોમર્શિયલ વ્હીકલની ડિમાન્ડ વધી

ગાડીઓની ભારે ડિમાન્ડ હોવા છતાં સપ્ટેમ્બરના આંકડા ઓટો સેલ્સ માટે સારા નથી રહ્યા. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (એફએડી)ના જણાવ્યાનુસાર, સપ્ટેમ્બર 2021માં ગાડીઓની રિટેલ સેલ્સમાં વાર્ષિક 5.27%નો ઘટાડો રહ્યો. સપ્ટેમ્બરમાં કુલ 12,96,257 ગાડીઓનું વેચાણ થયું. સપ્ટેમ્બર 2020માં આ આંકડો 13,68,307 ગાડીઓનો હતો. એટલે કે વાર્ષિક આધારે 72,050 ગાડીઓનું વેચાણ ઓછું રહ્યું. ગયા મહિને સૌથી વધુ ગ્રોથ થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અને સૌથી મોટો ઘટાડો ટ્રેક્ટર સેગમેન્ટમાં જોવા મળ્યો. ગયા વર્ષે ટ્રેક્ટર સેગમેન્ટમાં 39.13%નો ગ્રોથ રહ્યો, જે આ સપ્ટેમ્બરમાં ઘટીને -23.85% થઈ ગયો. ચાલો દરેક સેગમેન્ટના વેચાણ પર નજર નાખીએ.

સપ્ટેમ્બર 2021માં વાર્ષિક આધારે થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 50.90% ગ્રોથ રહ્યો. ગયા વર્ષે આ સેગમેન્ટમાં -37.40%નો ઘટાડો નોંધાયો હતો. એફએડીએના જણાવ્યાનુસાર, ગયા મહિને આ સેગમેન્ટમાં 36,612 યૂનિટનું વેચાણ રહ્યું. ગયા વર્ષે આ મહિને આ સેગમેન્ટમાં 24,262 યૂનિટનું વેચાણ રહ્યું હતું. થ્રી-વ્હીલર સેગમેન્ટમાં બીજો મોટો ગ્રોથ કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં રહ્યો. ગયા મહિને આ સેગમેન્ટમાં 46.64%ના ગ્રોથ સાથે 58,820 ગાડીઓ વેચાઈ. આ સેગમેન્ટની અંદર હેવી કોમર્શિયલ વ્હીકલને 189.29%નો મોટો વાર્ષિક ગ્રોથ મળ્યો.

પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વાહનોની ડિમાન્ડ છેલ્લાં કેટલાક મહિનાઓથી સતત વધી રહી છે. આ જ કારણ છે કે ગયા મહિને આ સેગમેન્ટમાં 16.32%ના ગ્રોથ સાથે 2,33,308 ગાડીઓનું વેચાણ થયું. સપ્ટેમ્બર 2020માં આ આંકડો 2,00,576 હતો. જો કે, તે સમયે આ સેગમેન્ટમાં 30.90%નો ગ્રોથ હતો. સારી બાબત એ છે કે સેમિકન્ડક્ટર્સની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે મોટો તફાવત હોવા છતાં ગાડીઓના વેચાણના આંકડા સતત વધતા રહ્યા. બીજીબાજુ, ટૂ-વ્હીલર સેગમેન્ટમાં ગયા મહિને 11.54%નો ઘટાડો જોવા મળ્યો હતો. FADAના ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2021માં 9,14,621 ટૂ-વ્હીલર્સ વેચાયાં હતાં. એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો 10,33,895 યૂનિટ હતો. એટલે કે 1,19,274 ટૂ-વ્હીલર્સનું વેચાણ ઓછું થયું.

કોવિડ રોગચાળા દરમિયાન ટ્રેક્ટરના વેચાણમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ હવે તેની માગ ઘટી છે. ગયા મહિને, 23.85%ના ઘટાડા સાથે આ સેગમેન્ટમાં 52,896 ટ્રેક્ટર વેચાયાં હતાં. એક વર્ષ પહેલાં આ જ મહિનામાં આ આંકડો 69,462 ટ્રેક્ટર હતો. સપ્ટેમ્બર 2019માં આ સેગમેન્ટમાં 39.13%નો ગ્રોથ થયો હતો. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે સપ્ટેમ્બર 2021માં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. કંપનીએ 42.43% માર્કેટ શેર સાથે 99,002 યૂનિટ વેચ્યાં. તેમજ, ટાટા મોટર્સ 17.44% માર્કેટ શેર સાથે બીજા અને 10.08% માર્કેટ શેર સાથે ત્રીજા સ્થાને છે. અહીં, હીરો મોટોકોર્પ લિમિટેડ 30.16%ના માર્કેટ શેર સાથે ટૂ-વ્હીલર સેગમેન્ટમાં પ્રથમ સ્થાને છે. કંપનીએ 2,75,882 વાહનો વેચ્યાં. હોન્ડા આ સેગમેન્ટમાં અનુક્રમે 26.30% અને TVS 15.37% માર્કેટ શેર સાથે બીજા અને ત્રીજા નંબરે છે.