Bollywood/ લગ્નની બીજી એનિવર્સરી પર દીપિકા-રણવીરએ રોમેન્ટિક અંદાજ એક-બીજાને કર્યું વિશ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને બે વર્ષ થયા છે. રણવીર અને દીપિકા દ્વારા લગ્નની ઉજવણી આ વખતે વધુ જબરદસ્ત બની ગઈ, કારણ કે આ વખતે આ બંને સ્ટાર્સ દિવાળી અને એનિવર્સરી એક જ દિવસે માનવી રહ્યા છે.

Entertainment

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને બે વર્ષ થયા છે. રણવીર અને દીપિકા દ્વારા લગ્નની ઉજવણી આ વખતે વધુ જબરદસ્ત બની ગઈ, કારણ કે આ વખતે આ બંને સ્ટાર્સ દિવાળી અને એનિવર્સરી એક જ દિવસે માનવી રહ્યા છે. તેમની એનિવર્સરીમાં, બંને સ્ટાર્સે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી અને એકબીજાને રોમેન્ટિક અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી.

દીપિકાએ રણવીરને ગળે લગાવતી તસવીર શેર કરી હતી, જેમાં બંને હસતાં જોવા મળી રહ્યા છે. તસવીરના કેપ્શનમાં દીપિકાએ લખ્યું છે – “એક ફલી મેં દો મટર. શાદી કી દુસરી સાલગિરા મુબારક હો રણવીર. તુમને મુજે પુરા કિયા હૈ.”

https://www.instagram.com/p/CHj7zt1Lq_9/?utm_source=ig_web_copy_link

રણવીરે પણ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેમની એનિવર્સરી પર શુભેચ્છા પાઠવી છે. તેણે લખ્યું, “આત્માએ સદા કે લીએ જુડ ગઈ હૈ. હેપ્પી સેકેંડ એનિવર્સરી મેરી ગુડિયા.”

https://www.instagram.com/p/CHjzyZABvXo/?utm_source=ig_web_copy_link

આ સિવાય દીપિકા પાદુકોણે રણબીરના ખંભા પર માથુ રાખીને હસતી બીજી તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા દીપિકા પાદુકોણે કેપ્શનમાં લખ્યું છે – ‘દીપાવલી કી  શુભકામનાએ.’ આ તસવીરમાં રણવીર પીળા રંગની કુર્તા પહેરેલો જોવા મળી રહ્યો છે જ્યારે દીપિકાએ લાલ રંગની સાડી પહેરી છે.

https://www.instagram.com/p/CHlFIbmLaVN/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે, દીપિકા અને રણવીરના લગ્ન 14 નવેમ્બર 2018 ના રોજ ઇટાલીના લેકકોમોમાં થયા હતા. આ બંનના લગ્નની તે સમયે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. બંનેના લગ્ન બે રીતે થયા હતા.