Not Set/ video: અનિલ કપૂર-સોનમ કપૂરની ફિલ્મનું પોસ્ટર રીલીઝ, રાજકુમાર રાવ પણ છે લીડ રોલમાં

મુંબઇ, ઝકાસ એક્ટર અનિલ કપૂર પહેલીવાર તેની પુત્રી સોનમ કપૂર સાથે જોવા મળશે. ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર,રાજકુમાર રાવ અને  સોનમ કપૂરને લઇને  ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું નામ છે એક લડકી કો દેખા તો ઐસા લગા… મુંબઇમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. અનિલ કપૂરની વર્ષગાંઠના દિવસે જ એક લડકી કો દેખા […]

Trending Entertainment Videos

મુંબઇ,

ઝકાસ એક્ટર અનિલ કપૂર પહેલીવાર તેની પુત્રી સોનમ કપૂર સાથે જોવા મળશે. ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર,રાજકુમાર રાવ અને  સોનમ કપૂરને લઇને  ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું નામ છે એક લડકી કો દેખા તો ઐસા લગા…

મુંબઇમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. અનિલ કપૂરની વર્ષગાંઠના દિવસે જ એક લડકી કો દેખા તો ઐસા લગાનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું.પોસ્ટરમાં સોનમ કપૂર અને રાજકુમાર રાવની સાથે હાસ્ય કરતો અનિલ કપુર જોવા મળે છે.પોસ્ટરમાં ફિલ્મની કેચલાઇન જોવા મળે છે ધ મોસ્ટ અનએક્સેપ્ટેડ રોમાન્સ ઓફ યર…

પોસ્ટરને ટ્વીટર પર મુકતા અનિલ કપુરે લખ્યું કે ઇસે દિમાગ સે નહીં દિલ સે દેખો..ક્યોંકી યે દિલદા મામલા હૈ..

આ ફિલ્મને પહેલી ફેબ્રુઆરી 2019ના દિવસે રજૂ કરવામાં આવનાર છે.  એક લડકી કો દેખા તો એસા લગાને વિધુની બહેન શૈલી ચોપરા ધાર નિર્દેશન કરી રહી છે.

વિધુ વિનોદ ચોપડાએ કહ્યું છે કે અનિલ અને સોનમ એક સાથે ફિલ્મ કરવા તૈયાર થયા તે  ખુબ મોટી બાબત છે. તે આને લઇને ખુબ ઉત્સાહિત છે. અનિલ કપુરની સાથે ફિલ્મને લઇને તેઓ પહેલાથી જ આશાવાદી હતા.

જોવાની વાત એ પણ છે કે સોનમ કપૂર અને અનિલ કપૂરની ફિલ્મને લઇને હજુ સુધી તેના નામની  જાહેરાત છેક પોસ્ટર રીલીઝ સુધી કરવામાં નહોતી આવી.

સોનમ કપુરને આખરે પિતા અનિલ કપૂર સાથે ફિમ મળતા તે ગર્વ અનુભવ કરી રહી છે. તેનુ કહેવુ છે કે પિતા સાથે તે કામ કરીને ખુશ છે. ફિમમાં તેની સાથે રાજકુમાર રાવની પણ મુખ્ય ભૂમિકા રહેલી છે. ફિલ્મને લઇને ઝડપથી છેલ્લા તબક્કાનુ કામ ચાલી રહ્યુ છે. ફિલ્મ નિર્માણની પ્રક્રિયા થોડીક જ બાકી છે.