Not Set/ INDvsAUS LIVE: ઑસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો 273 રનનો ટાર્ગેટ

છેલ્લા 4 મેચોમાં વિશ્વકપ માટે ટીમ સંયોજનના સમીકરણ બનવાની જગ્યાએ બગાડ્યા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આજે રમાનારા પાંચમાં અને અંતિમ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં સિરીઝ જીતવાના લક્ષ્યની સાથે ફિરોઝશાહ કોટલા મેદાનમાં ઉતરી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર-: 272/9 (50) ,           બેટિંગ                        […]

Top Stories Sports

છેલ્લા 4 મેચોમાં વિશ્વકપ માટે ટીમ સંયોજનના સમીકરણ બનવાની જગ્યાએ બગાડ્યા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આજે રમાનારા પાંચમાં અને અંતિમ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં સિરીઝ જીતવાના લક્ષ્યની સાથે ફિરોઝશાહ કોટલા મેદાનમાં ઉતરી છે.

ઓસ્ટ્રેલિયાનો સ્કોર-: 272/9 (50) , 

         બેટિંગ                                             બોલિંગ

ઉસ્માન ખ્વાજા  100(106)                 ભુવનેશ્વર કુમાર 3/48(10)

પીટર હેન્ડસ્કૉમ્બ  52(60)                 મોહમ્મદ શમી 2/57(9)                                     

એલેક્સ કૈરીને 3 રને આઉટ કરીને શમીએ ભારતને સાતમી સફળતા અપાવી

સ્ટોઇનિસને 20 રને ક્લિન બૉલ્ડ કરીને ભુવીએ મેચમાં ભારતની પકડ મજબૂત કરી.

કુલદીપ યાદવે ટર્નરને આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી છે.

41 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 210 રન પર 5 વિકેટ છે. માર્કસ સ્ટોનિસ (8 રન) અને એશટન ટર્નર (14 રન) ક્રિઝ પર છે.

38 ઓવર પછી: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 193 રન પર 4 વિકેટ છે. માર્કસ સ્ટોનિસ (2 રન) અને એશટન ટર્નર (10 રન) ક્રિઝ પર છે. મોહમ્મદ શમીએ વિકેટ પાછળ પંતનાં હાથે હેન્ડસ્કોમ્બને આઉટ કરાવી મેચમાં ભારતની સ્થિતિને મજબૂત કરી. હેન્ડસ્કોમ્બ 52 રન બનાવી આઉટ.

34 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 178/3
માર્કસ સ્ટોનિસ (0 રન) અને પીટર હેન્ડ્સકોમ્બ (4 રન) ક્રિઝ પર છે.

ભુવનેશ્વર કુમારે કોહલીનાં હાથે ખ્વાજાને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી.

33 ઓવર પછી: ઓસ્ટ્રેલિયાના સ્કોર 175 રન પર 2 વિકેટ છે. ગ્લેન મેક્સક્સ (0 રન) અને પીટર હેન્ડ્સકોમ્બ (47 રન) ક્રિઝ પર છે.

32 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 174 રન પર 1 વિકેટ છે. ઉસ્માન ખ્વાજાખ્વાવા (100 રન) અને પીટર હેન્ડ્સકૉમ્બ (46 રન) ક્રિઝ પર છે.

29 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 158 રન પર 1 વિકેટ છે. ઉસ્માન ખ્વાજા (94 રન) અને પીટર હેન્ડ્સકોમ્બ (36 રન) ક્રિઝ પર છે.

ભારતે જ્યારે આ સિરીઝમાં પગ મુક્યો ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, ઈંગ્લેન્ડ તથા વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપ માટે તેણે માત્ર 2 સ્થાન નક્કી કરવા છે પરંતુ છેલ્લા 4 મેચોમાં ટીમના કેટલાક નબળા પાસાં ઉભરીને સામે આવ્યા, જેથી વિશ્વકપ સંયોજનને લઈને થોડી અસ્પષ્ટતા બનેલી છે.

જેથી 5મો મેચ નિર્ણાયક બની ગયો છે. તેવામાં વિરાટ તથા ટીમનું મુખ્ય લક્ષ્ય સિરીઝ જીતવાનું બની ગયું છે, કારણ કે તે છેલ્લા ત્રણ વર્ષોના પોતાના શાનદાર રેકોર્ડને યથાવત રાખવાનો પ્રયત્ન કરશે.

ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં જે 13 દ્વિપક્ષીય સિરીઝ રમી છે, તેમાંથી 12 જીતી છે. મોહાલીમાં 359 રનના વિશાળ લક્ષ્યને હાસિલ કરીને રેકોર્ડ બનાવનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ 5 મેચોની સિરીઝ જીતનારી ટીમની વિશિષ્ટ શ્રેણીમાં સામેલ થવા પ્રયત્ન કરશે.

ટીમ

ભારત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, કેદાર જાધવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી

ઑસ્ટ્રેલિયા: એરૉન ફિંચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સ્ટોઇનિસ, પીટર હેન્ડસ્કૉમ્બ, ગ્લેન મેક્સવેલ, એસ્ટોન ટર્નર, એલેક્સ કૈરી, પેટ કમિન્સ, રીચાર્ડસન, એડમ ઝેમ્પા, નાથન લીયોન