દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 માટે આજે થઇ રહેલા મતદાનનું સવારે 10 વાગ્યા સુઘી બીલકુલ નિરશ જોવામાં આવી રહ્યુ હતું. આજે શનિવારે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો દિવસ છે, જેના કારણે સવારે આઠ વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે અને પ્રથમ બે કલાકમાં મતદાન ખૂબ જ ધીમું રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 10 વાગ્યા સુધીમાં 4.33 ટકા મતદાન થયું છે.
સાથે સાથે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર એક દુખદ ઘટના પણ બનાવા પામી છે, જેમા 50 વર્ષીય ચૂંટણી અધિકારી ઉમેશકુમાર, જે ઉત્તર-પૂર્વ દિલ્હીના બાબરપુર પ્રાથમિક શાળાના મતદાન મથક પર ફરજમાં હતા તેઓ મૃત્યુ પામ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની મોતનું કારણ હાર્ટ એટેક છે. પોલીસે લાશને જીટીબી હોસ્પિટલમાં મોકલી આપી છે.
આપને જણાવી દઇએ કે, આજે દિલ્હીની જનતા 672 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે, જેઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીના મેદાનમાં ભાગ્ય અજમાવી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવિલની આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લાંબા સમય સુધી આક્ષેપો થયા હતા. એક તરફ, આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તા જાળવી રાખવા પ્રયાસ કરી રહી છે, ત્યારે ભાજપને કેટલીક મોટી પરેશાનીની અપેક્ષા રહેશે. આ ઉપરાંત, કોંગ્રેસ પાછા ફરવાની રાહ જોઇ રહી છે. 70 વિધાનસભા બેઠકોવાળી દિલ્હીમાં મતદાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાનને ધ્યાનમાં રાખીને લગભગ 1.25 લાખ સુરક્ષા જવાનો સુરક્ષા મોરચો રાખશે. દિલ્હીમાં આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
