ગુરમીત રામ રહીમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રામ રહીમની તબિયત સારી ન હોવાથી તેને મેદાંતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તપાસ દરમિયાન કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રામ રહીમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યારબાદ ગુરમીત રામ રહીમને કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. હનીપ્રીત આ પ્રસંગે રામ રહીમને મળવા મેદાંતા હોસ્પિટલ પહોંચી છે.
ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ રોહતકની સુનારીયા જેલમાં બળાત્કાર અને હત્યાના કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યા છે. આ પહેલા 3 જૂને રામ રહીમને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. ગુરૂવારે રોહતકની PGIMS હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થયું હતું. આ દરમિયાન રામ રહીમે PGIMS રોહતક ખાતે કોવિડ ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી હતી.
વધુ તપાસ માટે રવિવારે રામ રહીમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે તેની કોરોના ટેસ્ટ હોસ્પિટલમાં કરાઈ ત્યારે જાણવા મળ્યું કે તે કોવિડ-પોઝિટિવ છે.
દુર્ઘટના / પોરબંદરના જહાજની ઓમાનના દરિયામાં જળ સમાધિ, માંડવી-સલાયાના મળી કુલ 9 ક્રુ-મેમ્બરોનો આબાદ બચાવ
રાજકીય વિશ્લેષણ / મિશન ચૂંટણી ૨૦૨૨ અંગે ભાજપ-સંઘનું મહામંથન, UP, ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ સહિતના ગઢ જાળવવા અને પંજાબ સર કરવા કવાયત શરૂ
તમામ પરીક્ષણો થઈ શક્યા નહીં
સુનારીયા જેલ અધિક્ષક સુનિલ સંગવાને જણાવ્યું હતું કે PGIMS રોહતકમાં રામ રહીમની હાલતને લગતા તમામ રીપોર્ટસ થઈ શક્યા નથી.
મે મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
ગુરુવારે PGIMS ખાતે રામ રહીમના પેટનું સીટી સ્કેન કરાયું હતું. મે મહિનામાં, રામ રહીમને ચક્કર આવવા અને બ્લડ પ્રેશરમાં વધઘટ થવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તાંઝાનિયા / જાઓ પહેલા વ્યવસ્થિત કપડાં પહેરો અને પછી સંસદમાં આવો, ‘ટાઇટ પેન્ટ’ પહેરવું મહિલા સાંસદને પડ્યું ભારે
