Pakistan News/ પાકિસ્તાનમાં કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 32 ખાણિયોના મોત; 10 હજુ પણ ફસાયા

પાકિસ્તાન (Pakistan) ના બલુચિસ્તાનમાં ક્વેટા નજીક કોલસાની ખાણમાં મિથેન ગેસના વિસ્ફોટથી 32 ખાણિયોના મોત થયા છે. 10 ખાણિયોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

Top Stories World
pakistan

Pakistan Coal Mine Blast: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટા નજીક આવેલી કોલસાની ખાણમાં ગુરુવારે થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 32 ખાણિયોના મોત થયા છે, જ્યારે 10 જેટલા ખાણિયો હજુ પણ ખાણની અંદર ફસાયેલા હોવાની આશંકા છે.

બલુચિસ્તાનના ખાણ અને ખનિજ વિકાસ મંત્રી શોએબ નોશેરવાનીએ જણાવ્યું કે, વિસ્ફોટ સમયે ખાણના ધસી પડેલા ભાગમાં કુલ 36 લોકો હાજર હતા. સરકારી ખાણ નિરીક્ષક ગની બલોચના જણાવ્યા અનુસાર, ખાણમાં મિથેન ગેસના જમા થવાના કારણે આ વિસ્ફોટ થયો હતો.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વિસ્ફોટ બાદ બચાવ ટીમોને ખાણમાંથી પ્રથમ તબક્કામાં 7 મૃતદેહ મળ્યા હતા, ત્યારબાદ વધુ 25 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ પણ બચાવ કામગીરી ચાલુ છે.

pakistan
pakistan

મિથેન ગેસના વિસ્ફોટ બાદ ખાણની અંદર ઓક્સિજનનું પ્રમાણ લગભગ શૂન્ય થઈ ગયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જેના કારણે અંદર ફસાયેલા ખાણિયોને જીવતા બહાર કાઢવાની શક્યતા ખૂબ ઓછી હોવાનું કહેવાઈ રહ્યું છે.

પ્રાંતીય ખાણ નિરીક્ષકે જણાવ્યું કે, લગભગ 4,000 ફૂટ (1,219 મીટર) ઊંડાઈએ બચાવ અભિયાન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, “અમને આશા છે કે કેટલાક ખાણિયો જીવિત મળી શકે છે, પરંતુ તેની શક્યતા ઓછી છે.”

વરિષ્ઠ સરકારી ખાણકામ અધિકારી અબ્દુલ ગની બલોચે જણાવ્યું કે, મિથેન ગેસના શક્તિશાળી વિસ્ફોટથી એકબીજાની નજીક આવેલી બે કોલસાની ખાણોને નુકસાન થયું છે. હાલ બચાવ ટીમો ફસાયેલા ખાણિયોને શોધવા માટે સતત પ્રયાસ કરી રહી છે.


આ પણ વાંચો: પાકિસ્તાનને ભારતનો સ્પષ્ટ સંદેશ: આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ ફરી લાગુ નહીં થાયઆ પણ વાંચો:

આ પણ વાંચ: પીઓકેમાં પાકિસ્તાની આર્મીના દમન સામે પ્રચંડ વિરોધ, પ્રજાએ લગાવ્યા “અમે સ્વતંત્રતા ઇચ્છીએ છીએ” ના નારા– વીડિયો વાયરલ