Not Set/ ધોનીએ દિલ્હી સામેની મેચમાં છેલ્લા બે બોલમાં કેમ લગાવ્યા છક્કા, જાણો

બુધવારે સાંજે રમાયેલી ચેન્નઇ-દિલ્હીની મેચમાં ધોનીએ પોતાની બેટીંગથી મેદાનમાં આગ લગાવી દીધી હતી. આ મેચમાં ચેન્નઇએ દિલ્હીને હરાવ્યુ હતુ. આ મેચમાં એકવાર ફરી સાબિત થયુ કે ચેન્નઇ માટે ધોની કેમ જરૂરી છે. આ મેચમાં ધોની મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ મેચમાં ધોનીને છેલ્લા બે બોલમાં છક્કા માર્યા હોવા પર પુછવામાં આવ્યુ ત્યારે તેણે […]

Uncategorized
dhoni45 ધોનીએ દિલ્હી સામેની મેચમાં છેલ્લા બે બોલમાં કેમ લગાવ્યા છક્કા, જાણો

બુધવારે સાંજે રમાયેલી ચેન્નઇ-દિલ્હીની મેચમાં ધોનીએ પોતાની બેટીંગથી મેદાનમાં આગ લગાવી દીધી હતી. આ મેચમાં ચેન્નઇએ દિલ્હીને હરાવ્યુ હતુ. આ મેચમાં એકવાર ફરી સાબિત થયુ કે ચેન્નઇ માટે ધોની કેમ જરૂરી છે. આ મેચમાં ધોની મેન ઓફ ધ મેચ બન્યો હતો.

dhoniii2 ધોનીએ દિલ્હી સામેની મેચમાં છેલ્લા બે બોલમાં કેમ લગાવ્યા છક્કા, જાણો

આ મેચમાં ધોનીને છેલ્લા બે બોલમાં છક્કા માર્યા હોવા પર પુછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે, તેણે આ છક્કો પંતની ભૂલનાં કારણે લગાવ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ હર્ષા ભોસલેને જવાબ આફતા ધોનીએ કહ્યુ કે, રાયડૂ મેદાનમાં હમણા જ આવ્યો હતો અને તેના માટે શોટ મારવો આસાન નહતો. અહી પંતે મારી મદદ કરી, તેણે છેલ્લી ઓવરનાં પાંચમાં બોલ પર ગ્લબ્સ ઉતાર્યા નહતા. જેથી મારા માટે રન દૌડવુ આસાન થઇ ગયુ હતુ. ધોનીએ ઇશારામાં જ્યા પંતની ભૂલ બતાવી તો વળી તેને સલાહ પણ આપી દીધી. ધોનીએ કહ્યુ કે, તે સમયે પંતે બંન્ને ગ્લબ્સ પહેર્યા હતા જેથી તેના માટે સ્ટમ્પ પર બોલ મારવો આસાન નહતો.

ઉલ્લેખનીય છે કે, ધોની ઘણીવાર વિકેટકીપીંગ દરમિયાન છેલ્લી ઓવરોમાં એક જ હાથમાં ગ્લબ્સ પહેરે છે. જેથી બેટ્સમેનને રનઆઉટ કરવામાં આસાની રહે.