IPL/ ધોનીને ડબલ ઝટકો, પ્રથમ મેચમાં એવી તે શું કરી ભૂલ કે 12 લાખનો થયો દંડ

શનિવારનો દિવસ ચેન્નાઈ સુપર કિગ્સ માટે ખરાબ સાબિત થયો હતો. આ સિવાય આ દિવસ ખાસ કરીને ચેન્નાઈનાં કેપ્ટન ધોની માટે સૌથી ખરાબ સાબિત થયો હતો.

Sports
mmata 6 ધોનીને ડબલ ઝટકો, પ્રથમ મેચમાં એવી તે શું કરી ભૂલ કે 12 લાખનો થયો દંડ

શનિવારનો દિવસ ચેન્નાઈ સુપર કિગ્સ માટે ખરાબ સાબિત થયો હતો. આ સિવાય આ દિવસ ખાસ કરીને ચેન્નાઈનાં કેપ્ટન ધોની માટે સૌથી ખરાબ સાબિત થયો હતો. આ મેચમાં ધોનીને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

mmata 7 ધોનીને ડબલ ઝટકો, પ્રથમ મેચમાં એવી તે શું કરી ભૂલ કે 12 લાખનો થયો દંડ

Cricket / IPL માં ભાઈ ભાઈ ન રહ્યા, ભાઈ એ ભાઈની કરી એવી હાલત સોશિયલ મીડિયામાં મીમ્સનો થયો વરસાદ

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ વાનખેડેમાં રમાયેલી આઈપીએલ 2021 ની બીજી મેચમાં 7 વિકેટ ગુમાવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન એમએસ ધોની ને વધુ એક આંચકો લાગ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે 188 રન તો બનાવી દીધા પરંતુ આ દરમિયાન ધોનીની જ્યારે બેટિંગ આવી ત્યારે તે કોઇપણ રન બનાવ્યા વિના આઉટ થઇ ગયો હતો. વળી આ ઓછુ હતુ કે ત્યારબાદ જ્યારે બોલિંગનો સમય આવ્યો ત્યારે સ્લો ઓવર રેટ માટે ધોની પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો. આઈપીએલે મીડિયા રિલીઝ રજૂ કરીને આ અંગે માહિતી આપી હતી. આઈપીએલ આચાર સાહિંતા અનુસાર સ્લો ઓવર રેટને લગતી ટીમની આ પહેલી ભૂલ છે, તેથી ધોનીને 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. નવા આઇપીએલ નિયમો અનુસાર ટીમોએ 90 મિનિટમાં 20 ઓવર ફેંકવી પડશે. બીજી વખત આ ભૂલ પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સ્લો ઓવર રેટ બે કરતા વધુ વખત ધ્યાનમાં આવ્યા બાદ કેપ્ટન પર પ્રતિબંધનો નિયમ છે.

mmata 8 ધોનીને ડબલ ઝટકો, પ્રથમ મેચમાં એવી તે શું કરી ભૂલ કે 12 લાખનો થયો દંડ

IPL / શિખર ધવનની તોફાની બેટિંગ, આ ખાસ રેકોર્ડ નામે કરનાર પ્રથમ બેટ્સમેેન

આપને જણાવી દઈએ કે, ટોસ હાર્યા બાદ ચેન્નાઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં, દિલ્હીએ શિખર ધવન (85) અને પૃથ્વી શો (72) ની તોફાની અડધી સદી સાથે ફક્ત 3 વિકેટનાં નુકસાન પર 18.4 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. શિખર અને પૃથ્વીએ મળીને પ્રથમ વિકેટ માટે 13.3 ઓવરમાં 138 રનોની ભાગીદારી કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ