Not Set/ ધોનીએ લગાવી ઘોડા સાથે રેસ, વીડિયોમાં જોવા મળ્યો માહીનો ફૂર્તીલો અંદાજ

ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન એમ એસ ધોનીને આજે કોઇ ઓળખની જરૂર નથી.

Sports

ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન એમ એસ ધોનીને આજે કોઇ ઓળખની જરૂર નથી. આજે તે કરોડો લોકોનો આઈડલ પણ છે. તાજેતરમાં આઈપીએલ સ્થગિત થયા બાદ તમામ ખેલાડીઓ પોતાના ઘરે ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. ત્યારે ધોની પણ તેના ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહ્યો છે. જ્યારે ધોની વિકેટ પર બેટિંગ કરી રહ્યો હોય ત્યારે, વિકેટ વચ્ચે તેની દોડ જોઈ બધાને આશ્ચર્ય થઇ જતુ હતુ.

ઈજાગ્રસ્ત / ફીલ્ડિંગ દરમ્યાન સાથી ખેલાડી સાથે ફાફ ડુપ્લેસિસની થઇ ટક્કર, ઈજાનાં કારણે હોસ્પિટલમાં દાખલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ ધોની વિકેટની વચ્ચે દોડવામાં મોખરે જોવા મળે છે. આઇપીએલ દરમ્યાન ધોનીની આ શૈલી હંમેશા દેખાતી રહી છે. માહીએ તેની કારકીર્દિમાં તે બધું પ્રાપ્ત કરી દીધું છે જેની કોઈને કલ્પના પણ નહોતી. ધોની પોતાના માટે નવા ગોલ કરતો રહે છે. તેનું તાજુ ઉદાહરણ તેની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આપ્યું છે. સાક્ષીએ શેર કરેલા વીડિયોમાં ધોની ઘોડા સાથે દોડતો નજરે પડે છે. વીડિયોમાં ધોની તેના પાલતુ ઘોડા સાથે રેસ કરી રહ્યો છે અને તે ઝડપથી દોડતો અને ઘોડાને માત આપતો પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા સાક્ષી ધોનીએ લખ્યું, ‘મજબૂત, ઝડપી..’ આપને જણાવી દઈએ કે ફરી એક વાર ધોની ક્રિકેટનાં મેદાનમાં પરત ફરવા જઇ રહ્યો છે.

https://www.instagram.com/p/CQBYaUqnx49/?utm_source=ig_web_copy_link

ગેરવર્તણૂક / ગુસ્સામાં સ્ટમ્પ્સને લાત મારવી અને એમ્પાયર સાથે ખરાબ વર્તણૂક શાકિબ અલ હસનને ભારે પડ્યું

આઇપીએલ 2021 ની બીજી રેસ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમ્યાન યુએઈમાં રમાશે. આ સીઝનમાં સીએસકેની ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. ધોનીની આગેવાનીવાળી સીએસકે ટીમ 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે છે. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) માટે પ્લે ઓફમાં પહોંચવું લગભગ શક્ય છે. નોંધનીય છે કે ગત આઈપીએલમાં ચેન્નાઈની ટીમે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે ટીમ પ્લે ઓફ રાઉન્ડમાં પહોંચી શકી ન હોતી.