Cricket/ રોહિત શર્મા માત્ર એક સિક્સર ફટકારી કપિલ દેવને છોડશે પાછળ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની સીરીઝની ત્રીજી ટેસ્ટ 25 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. મેચ હેડિગ્લે ખાતે યોજાશે,

Sports
સિક્સર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની સીરીઝની ત્રીજી ટેસ્ટ 25 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. મેચ હેડિગ્લે ખાતે યોજાશે, જેથી ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી રમાયેલી સીરીઝની બેમાંથી એક મેચ જીતી હતી, જ્યારે સીરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયા હાલમાં સીરીઝમાં 1-0થી આગળ છે.

આ પણ વાંચો – Cricket / સિંગાપોરનો આ ક્રિકેટર IPL માં વિરાટ કોહલી સેનાની બનશે તાકાત

આપને જણાવી દઇએ કે, આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન શું હશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તે નિશ્ચિત છે કે ઓપનર તરીકે રોહિત શર્મા જ ઉતરશે અને તેની સાથે કેએલ રાહુલ પણ જોઈ શકાય છે. રોહિત શર્માનું સ્થાન પહેલેથી જ કન્ફર્મ છે, જ્યારે રાહુલે અત્યાર સુધી જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તેની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. જોકે, મિડલ ઓર્ડર અને બોલિંગમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. સીરીઝની ત્રીજી ટેસ્ટ રોહિત શર્મા માટે ખૂબ જ ખાસ બની શકે છે. કારણ કે જો રોહિત શર્મા આ મેચમાં સિંગલ સિક્સર ફટકારશે તો તે ભારતનાં મહાન ઓલરાઉન્ડર કેપ્ટન કપિલ દેવને પાછળ છોડી દેશે. 1983 માં ભારતનો પ્રથમ વનડે વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 61 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ પણ અત્યાર સુધી એટલી જ સિક્સર ફટકારી છે. જોકે કપિલ દેવે 131 મેચમાં આ સિક્સર લગાવી હતી, રોહિત શર્મા માત્ર 41 મેચમાં જ આ સિક્સર ફટકારી છે. કોઈપણ રીતે, ટેસ્ટ ક્રિકેટ છક્કાની રમત નથી, ટેકનિક અને ધીરજ અહીં વધુ ઉપયોગી છે, પરંતુ રોહિત શર્મા એવો બેટ્સમેન છે જે આ બધી બાબતો સાથે આક્રમણ કરવાનું જાણે છે. સિક્સર ફટકારતા જ રોહિત શર્મા આ મામલે કપિલ દેવને પાછળ છોડી દેશે.

આ પણ વાંચો – માહી માર રહા હૈ / પ્રેક્ટિસ મેચમાં ધોનીએ લગાવી બેક ટૂ બેક સિક્સર, Alert રહે વિરોધી ટીમ, Video

ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની વાત કરીએ તો આ મામલામાં ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ પ્રથમ ક્રમે છે. વીરેન્દ્ર સહેવાગે તેની કારકિર્દીમાં 91 સિક્સર ફટકારી હતી અને આ માટે તેણે 104 ટેસ્ટ રમી હતી. આ પછી બીજો નંબર ભારતનાં પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો છે, જેણે 90 ટેસ્ટ મેચમાં 78 સિક્સર ફટકારી હતી. જો કે તે હવે ટેસ્ટ ક્રિકેટ પણ રમતો નથી. ત્રીજો નંબર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો છે, જેને ક્રિકેટનાં ભગવાન કહેવામાં આવે છે. જેમણે 200 ટેસ્ટ મેચમાં 69 સિક્સર ફટકારી છે. આ પછી હવે રોહિત શર્મા અને કપિલ દેવનો નંબર આવે છે. થોડા દિવસો પહેલા જ રોહિત શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન અને હવે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા હતા. ગાંગુલીએ 113 ટેસ્ટ મેચમાં 57 સિક્સર ફટકારી હતી. હેડિંગ્લે ટેસ્ટમાં રોહિત શર્મા કેટલો સમય આ પદ હાંસલ કરી શકે છે તે જોવાનું રહેશે.