Not Set/ રાજધાનીમાં જાન્યુઆરીનો ગુરૂવાર 8 વર્ષમાં સૌથી હોટ રહ્યો

નવી દિલ્લી: દેશની રાજધાની દિલ્લીમાં જાન્યુઆરી મહિનામાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. દિલ્લીમાં પાછલા 8 વર્ષમાં જાન્યુઆરીનો સૌથી ગરમ દિવસ ગુરૂવાર રહ્યો છે. ગુરૂવારે દિવસ દરમિયાન દિલ્લીનું તાપમાન 8 ડિગ્રી થી 27.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ પહેલા જાન્યુઆરી 2010માં સૌથી વધારે ગરમીનો અનુભવ થયો હતો અને એ વર્ષોમાં તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચી […]

India

નવી દિલ્લી: દેશની રાજધાની દિલ્લીમાં જાન્યુઆરી મહિનામાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. દિલ્લીમાં પાછલા 8 વર્ષમાં જાન્યુઆરીનો સૌથી ગરમ દિવસ ગુરૂવાર રહ્યો છે. ગુરૂવારે દિવસ દરમિયાન દિલ્લીનું તાપમાન 8 ડિગ્રી થી 27.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ પહેલા જાન્યુઆરી 2010માં સૌથી વધારે ગરમીનો અનુભવ થયો હતો અને એ વર્ષોમાં તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

ગુરૂવારે દિલ્લીના લોધી રોડ અને આર્યાનગરમાં તાપમાન 27 ડિગ્રી થયું હતું, જયારે આખી દિલ્લીમાં ન્યુનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. આ પહેલા જાન્યુઆરીમાં સૌથી વઘારે ગરમ દિવસ 2007માં નોંધાયો હતો. 2007માં 27 જાન્યુઆરીએ તાપમાન 29 ડીગ્રી સુધી પહોંચ્યું હતું.

બીજી તરફ ગુજરાતમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી મોસમ વિભાગે કરી છે. મોસમ વિભાગની આગાહી પ્રમાણે શુક્રવાર અને શનિવારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે.