અવસાન/ દિલીપ કુમારની બહેન સઈદા ખાનનું લાંબી માંદગી બાદ અવસાન, પરિવાર શોકમાં

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાન અભિનેતા દિલીપ કુમારનું બે વર્ષ પહેલા નિધન થયું હતું અને હવે તેમની બહેને પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે

Entertainment
8 21 દિલીપ કુમારની બહેન સઈદા ખાનનું લાંબી માંદગી બાદ અવસાન, પરિવાર શોકમાં

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાન અભિનેતા દિલીપ કુમારનું બે વર્ષ પહેલા નિધન થયું હતું અને હવે તેમની બહેને પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ફિલ્મ નિર્માતા મહેબૂબ ખાનના પુત્ર ઇકબાલ ખાન સાથે લગ્ન કરનાર દિલીપ કુમારની બહેન સઇદાનું નિધન થયું છે. મહેબૂબ ખાને મધર ઈન્ડિયા અને અંદાજ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.

સઈદાના પતિ ઈકબાલ મહેબૂબ સ્ટુડિયોના ટ્રસ્ટી અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હતા. જો કે,તેમનું મૃત્યુ પણ 2018 માં મૃત્યુ થયું હતું, ત્યારબાદ સઇદાની પુત્રી ઇલ્હામ અને પુત્ર સાકિબ તેની સંભાળ રાખતા હતા. તેનો પુત્ર સાકિબ પણ તેના પિતાની જેમ ફિલ્મ મેકર છે. તેમની પુત્રી ઇલ્હામ એક લેખક છે.

સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે દિલીપ કુમારની બહેન સઈદા લાંબા સમયથી બીમાર હતી. લાંબા સમયથી માંદગી ભોગવ્યા બાદ તેમનું અવસાન થયું હતું. સઈદા વિશે એવું કહેવાય છે કે તે તેના ભાઈ દિલીપની ખૂબ નજીક હતી. બીજી તરફ, સઈદાના નિધન પર હજુ સુધી સઈદાની ભાભી અને દિલીપ કુમારની પત્ની સાયરા બાનુ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર જૂની તસવીરો પોસ્ટ કરે છે, જોકે તેણે તેની ભાભીના મૃત્યુ પર કોઈ પોસ્ટ શેર કરી નથી.સઈદા ખૂબ જ કોમળ દિલની વ્યક્તિ હતી. એક જૂના અહેવાલ મુજબ, 2014માં તેમના સાળા શૌકત ખાને મહેબૂબ સ્ટુડિયોના કામદારોના કલ્યાણ માટે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝને 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ દરમિયાન ફેડરેશનના ટ્રસ્ટી અને ફિલ્મ મેકર સાજિદ નડિયાદવાલા પણ હાજર હતા.