Vastu Tips/ ઘરમાં આ જગ્યાએ ભૂલથી પણ ન બનાવો પૂજા મંદિર, થઈ શકે છે મોટું નુકસાન

સીડી રાહુનું સ્થાન છે. મંદિરને તેની નીચે રાખવાથી ઘરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. માનસિક તણાવ અને પૈસાની ખોટ રહેશે.

Dharma & Bhakti

વાસ્તુ અનુસાર ઈશાનમાં પૂજા સ્થળ, પૂર્વ અને અગ્નિમાં રસોડું, પશ્ચિમમાં ભોજનાલય, વાયવ્ય ભંડાર ગૃહ, દક્ષિણ અને  નૈઋત્ય ની મધ્યમાં શૌચાલય. નૈઋત્યમાં વિશ્રામગૃહ, દક્ષિણમાં શયનખંડ, પૂર્વ અને ઈશાન વચ્ચે સ્વાગત કક્ષ, અને  હૉલ બનાવવો જોઈએ. તેનાથી વિપરીત, વિરુદ્ધ દિશા પસંદ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા-ભજન-કીર્તન હંમેશા ઈશાન દિશામાં હોવું જોઈએ.

1. સીડીની નીચેઃ સીડી રાહુનું સ્થાન છે. મંદિરને તેની નીચે રાખવાથી ઘરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. માનસિક તણાવ અને પૈસાની ખોટ રહેશે.

2. શૌચાલય અથવા બાથરૂમની નજીક: પૂજા ખંડ શૌચાલય અથવા બાથરૂમની નજીક, આગળ, ઉપર અથવા નીચે ન બનાવવો જોઈએ. આ સ્થાન રાહુ અને શનિનું સ્થાન પણ છે. વાસ્તુ અનુસાર આનાથી જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવી શકે છે.

3. ભોંયરામાં : ઘણા ઘરોમાં ભોંયરું અથવા કાર પાર્ક કરવાની જગ્યામાં મંદિર બનાવે છે.  જે શનિ અને રાહુના પ્રભાવમાં હોય છે. અહીં પૂજા સ્થળ બનાવવું યોગ્ય નથી.

4. બેડરૂમમાં: બેડરૂમમાં પૂજા સ્થળ કે મંદિર ન બનાવી શકાય, કારણ કે તે આપણી સૂવાની જગ્યા છે. જો મજબૂરી હોય તો એવું મંદિર બનાવો, જેની આસપાસ પડદાઓથી ઢંકાયેલું હોય.
5. અગ્નિ,  દક્ષિણ દિશામાંઃ મંદિર દક્ષિણ અને તેની આસપાસની દિશામાં પણ ન બનાવવું જોઈએ કારણ કે આ દિશાઓ યમની છે. અહીં મંદિર બનાવવાથી ઘરમાં આકસ્મિક ઘટનાઓ અને દુર્ઘટના થવાની સંભાવના વધી શકે છે.

વિદુર નીતિ / ધન કમાવવું અગત્યનું છે, પરંતુ આ 3 કામ કરીને કમાયેલા પૈસા આપણને વધુ ગરીબ બનાવે છે