બિઝનેસ/ શું તમને ખબર છે Wage Code શું છે? જેનાથી તમારી સેલેરી, PF અને ગ્રેચ્યુઇટીમાં થશે ફેરફાર

કેન્દ્ર સરકાર નવો વેજ કોડ 1 એપ્રિલ 2021 થી દેશભરમાં લાગુ કરી શકે છે. જો આ લાગુ પડે છે, તો તમારી સેલેરી સ્ટ્રેક્ચર સાથે પીએફ કોન્ટ્રીબ્યૂશનથી લઇને ગ્રેચ્યુઇટી અને ટેક્સ પીએફમાં બદલાવ શકે છે. આ સાથે, વેતન કોડ બિલ 2019 મુજબ મજૂરની પરિભાષામાં પણ બદલાશે. નવી વ્યાખ્યા અનુસાર વેતનનો અર્થ કર્મચારીઓના કુલ પગારના ઓછામાં ઓછા […]

Business

કેન્દ્ર સરકાર નવો વેજ કોડ 1 એપ્રિલ 2021 થી દેશભરમાં લાગુ કરી શકે છે. જો આ લાગુ પડે છે, તો તમારી સેલેરી સ્ટ્રેક્ચર સાથે પીએફ કોન્ટ્રીબ્યૂશનથી લઇને ગ્રેચ્યુઇટી અને ટેક્સ પીએફમાં બદલાવ શકે છે. આ સાથે, વેતન કોડ બિલ 2019 મુજબ મજૂરની પરિભાષામાં પણ બદલાશે. નવી વ્યાખ્યા અનુસાર વેતનનો અર્થ કર્મચારીઓના કુલ પગારના ઓછામાં ઓછા 50 ટકા હશે. આ નવો નિયમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગાર ધોરણ પર પણ લાગુ થશે.

Minimum wage code to cover all employees | Business Standard News

આનાથી પીએફ કોન્ટ્રિબ્યુશન સાથે ગ્રેચ્યુઇટી વગેરેમાં વધારો થશે અને કર્મચારીઓની ટેક હોમ પગારમાં ઘટાડો થઈ શકે છે. જો કે નવા વેજ કોડ થી ટેક હોમ સેલેરી ઓછી થઇ જાય તો પણ રિટાયરમેન્ટ લાભ જેવા કે પીએફ, ગ્રેચ્યુઇટી જેવા ભંડોળમાં વધુ પૈસા જમા કરવામાં આવશે. આ તમારા ભાવિ આર્થિક સુરક્ષા માટે વધુ સારું સાબિત થઈ શકે છે.

સીટીસીમાં બેઝિક બેઝ, એચઆરએ અને રિટાયરમેન્ટ બેનિફિટ જેવા કે પીફ, ગ્રેચ્યુઇટી અને એનપીએસ ત્રણ ચાર કોમ્પોનેટ હોય છે. નવા બેઝ કોડમાં આનું પ્રાવધાન છે. કર્મચારીઓનો મૂળ પગાર કુલ સીટીસીના ઓછામાં ઓછા 50% હશે, જેનો અર્થ છે કે મહિનાનું કુલ વેતન 50 ટકાથી વધું નહી હોય. સીટીસીની રકમ કર્મચારીની ટેક હોમ સેલેરી બરાબર ક્યારેય હોતી નથી.

wage bill 2019 take away salary provident fund Basic salary– News18 Gujarati

ગ્રેચ્યુઇટીમાં ફેરફાર
હાલમાં કંપનીમાં 5 વર્ષ સતત કામ કર્યા પછી ગ્રેચ્યુઇટી મળે છે, પરંતુ નવા કાયદા હેઠળ કર્મચારીઓ ફક્ત 1 વર્ષ કામ કર્યા પછી ગ્રેચ્યુટી મેળવવાના હકદાર છે. 7 મા પગાર પંચના માર્ગદર્શિકા અનુસાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએનો દર 17% છે. આમાં, કેન્દ્ર સરકારે 4% વધારાની મંજૂરી આપી છે, તે 21% કરી દેવામાં આવી છે.

નવા નિયમો અનુસાર મૂળભૂત સેલેરી, સ્પેશિયલ અલાઉન્સ, બોનસ વગેરે સંપૂર્ણ ટેક્સેબલ છે. જ્યારે, ફ્યૂલ અને પરિવહન, ફોન, ન્યૂઝપેપર અને પુસ્તકો વગેરે માટે સંપૂર્ણપણે કરમુક્ત છે.