ઓમિક્રોન/ કર્ણાટકમાં ઓમિક્રોનને હરાવનાર ડૉકટર ફરી કોરોના સંક્રમિત..

કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ને હરાવી ચૂકેલા એક ડૉક્ટર ફરી કોવિડ-19થી પીડિત જોવા મળ્યા છે. આ ડૉક્ટર ભારતમાં ‘ઓમિક્રોન’થી સંક્રમિત થયેલા પ્રથમ બે લોકોમાંથી એક છે

Top Stories India

કર્ણાટકના બેંગલુરુમાં કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ને હરાવી ચૂકેલા એક ડૉક્ટર ફરી કોવિડ-19થી પીડિત જોવા મળ્યા છે. આ ડૉક્ટર ભારતમાં ‘ઓમિક્રોન’થી સંક્રમિત થયેલા પ્રથમ બે લોકોમાંથી એક છે, પોલીસે દક્ષિણ આફ્રિકાના નાગરિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે જેણે અધિકારીઓને જાણ કર્યા વિના દેશ છોડી ફરાર થઇ ગયા છે. ગુજરાતી મૂળનો સાઉથ આફ્રિકન વ્યક્તિ આઇસોલેશનમાં  હતા અને તે જાણ કર્યા વિના દુબઈ જતા રહ્યા છે . ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 23 કેસ મળી આવ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું, એ વાત સાચી છે કે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળેલા ડૉક્ટરને ફરીથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.’ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સંબંધિત ડૉક્ટરને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમનામાં હળવા લક્ષણો છે, પોલીસે દક્ષિણ આફ્રિકાના નાગરિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે જે આઇસોલેશનના નિયમોનું ઉલ્લંઘન કરીને અને અધિકારીઓને જાણ કર્યા વિના દેશની બહાર જતો રહ્યા છે.

આરોગ્ય અધિકારીઓને જાણ કર્યા વિના ચેપગ્રસ્ત વ્યક્તિને જવા દેવા બદલ અહીંની એક ફાઇવ સ્ટાર હોટલના મેનેજમેન્ટ અને સ્ટાફ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ લોકો સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને કર્ણાટક રોગચાળાના રોગો અધિનિયમ, 2020 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.